શોધખોળ કરો
Advertisement
દિલ્હી વિધાનસભા ચૂંટણી: મતદાન પહેલા BSPને ઝટકો, પાર્ટીનો ઉમેદવાર આમ આદમી પાર્ટીમાં સામેલ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલા બહુજન સમાજ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલા બહુજન સમાજ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કરાવલ નગર વિધાનસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર નાથૂરામ કશ્યપ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. સોમવારે રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને આપ નેતા ગોપાલ રાયે નાથૂરામ કશ્યપને પાર્ટીની સદસ્યતા અપાવી હતી
નાથૂરામ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બસપાને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે હવે પાર્ટી બીજા કોઈ ઉમેદવાર પણ આ બેઠક પરથી નહી ઉતારી શકે.
આમ આદમી પાર્ટીએ કરાવલ નગરથી દુર્ગેશ પાઠકને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે પૂર્વ ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટને ઉમેદવાર બનાવ્યા છે. બસપાએ નાથૂરામ કશ્યપને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે બસપાના ઉમેદવાર આપમાં સામેલ થતા પાર્ટી મજબૂત થશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે, અને પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement