શોધખોળ કરો
દિલ્હી વિધાનસભા ચૂંટણી, આજે મનિષ સિસોદિયા ભરશે ઉમેદવારી ફોર્મ, કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોનુ પહેલુ લિસ્ટ
દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જાહેર કરી રહ્યાં છે. આજે કોંગ્રેસ સીઇસીની બેઠક પણ છે. એટલે માની શકાય છે કે આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે મનિષ સિસોદિયા પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરશે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા પટપડગંજ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. આ પહેલા તે મંદિરમાં પૂજા-પાઠ કરશે, અને એક મેગા રૉડ શૉ કરશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જાહેર કરી રહ્યાં છે. આજે કોંગ્રેસ સીઇસીની બેઠક પણ છે. એટલે માની શકાય છે કે આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાંથી 46 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે, જ્યારે 15 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. આ લિસ્ટમાં 8 મહિલા ઉમેદવારોને પણ ટિકિટ ફાળવવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 6 મહિલાઓને ટિકિટ આપી હતી. નવી દિલ્હીમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા પ્રતાપગંજથી ચૂંટણી લડશે. પટેલ નગરથી રાજકુમાર આનંદ, મોદી નગરથી શિવચરણ ગોયલને ટિકિટ ફાળવવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. દિલ્હી ચૂંટણી 2020ની ખાસ વાતો દિલ્હી વિધાનસભા ચૂંટણીનું નોટિફિકેશન 14 જાન્યુઆરીએ બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ વખતે કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ માટે 13,750 પોલિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીમાં 2869 જગ્યા પર વોટિંગ થશે. આ વખતે 80 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી વોટ આપી શકશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.
વધુ વાંચો





















