શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ કેજરીવાલને ટક્કર આપવા 40-50 નહીં પણ આટલા બધા ઉમેદવારો ઉતર્યા છે મેદાનમાં, જાણો વિગતે
દિલચસ્પ વાત એ છે કે કોંગ્રેસ અને બીજેપી બન્નેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ની તમામ 70 બેઠકો માટે નૉમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. દિલ્હીની 70 બેઠકો પર અવરેજ 22 ઉમેદવારો મેદાનમાં ઉતરેલા છે. પણ ખાસ વાત એ છે કે, નવી દિલ્હી બેઠક પર અરવિંદ કેજરીવાલ ચૂંટણી મેદાનમાં છે અને સૌથી વધુ ઉમેદવારો પણ તેમની જ સામે ઉભા છે.
નવી દિલ્હી બેઠક પરથી 40-50 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નથી ભર્યા પણ કુલ 88 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે,
વધારે ઉમેદવારો હોવાથી નૉમિનેશન ફાઇલ કરતી વખતે કેજરીવાલને 6 કલાક સુધી લાઇનમાં ઉભા રહેવુ પડ્યુ હતુ.
નવી દિલ્હી બેઠક પરથી મોટાભાગના ઉમેદવારો પ્રાઇવેટ કંપની, એનજીઓ વર્કર છે. 88માંથી 14 ઉમેદવારો મહિલાઓ છે, વળી 52 ઉમેદવારો અપક્ષ છે. નૉમિનેશનની તપાસ દરમિયાન ત્રણ ઉમેદવારોના પેપર્સ રિજેક્ટ થયા છે. જોકે, 24 જાન્યુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ છે, જેથી કેટલાક ઉમેદવારોની સંખ્યા ઓછી થઇ શકે છે.
દિલચસ્પ વાત એ છે કે કોંગ્રેસ અને બીજેપી બન્નેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.
બીજેપીએ દિલ્હી ચૂંટણી માટે બીજી યાદીમાં 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ લિસ્ટમાં સીએમ કેજરીવાલ વિરુદ્ધ બીજેપીએ નવી દિલ્હી બેઠક પરથી સુનિલ યાદવને ટિકીટ આપી છે. વળી કોંગ્રેસે આ બેઠક પરથી કેજરીવાલ સામે રોમેશ સભરવાલને મેદાનમાં ઉતાર્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે, અને પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement