શોધખોળ કરો
Advertisement
કર્મચારીઓને પગાર ચૂકવવા દિલ્હી સરકારના ખજાનામાં નથી પૈસા, કેન્દ્ર પાસે માંગી આર્થિક મદદ
સિસોદીયાએ કહ્યું, દિલ્હી સરકારે ન માત્ર સેલરી આપવા તથા ઓફિસના ખર્ચ ઉઠાવવા માટે 3,500 કરોડ રૂપિયાની દર મહિને જરૂર છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી અનેક રાજય સરકારની નાણાકીય સ્થિતિ કથળી છે. આ સંકટ દરમિયાન દિલ્હી સરકાર પાસે તેના કર્મચારીઓને પગાર ચુકવવાના પણ પૈસા નથી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકાર સામે સૌથી મોટું સંકટ છે કે કર્મચારીઓનો પગાર કેવી રીતે કરવો.
સિસોદીયાએ કહ્યું, દિલ્હી સરકારે ન માત્ર સેલરી આપવા તથા ઓફિસના ખર્ચ ઉઠાવવા માટે 3,500 કરોડ રૂપિયાની દર મહિને જરૂર છે. જ્યારે છેલ્લા બે મહિનામાં ટેક્સથી 500-500 કરોડ રૂપિયા જ એકત્ર થઈ ચુક્યા છે. બાકી સ્ત્રોતથી દિલ્હી સરકાર પાસે કુલ 1,735 કરોડ રૂપિયા આવ્યા છે.
મનીષ સિસોદિયાએ કહ્યું, અમે કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજ તરીકે 5000 કરોડ રૂપિયાની માંગ કરી છે. મેં કેન્દ્રીય નાણા મંત્રીને આ અંગે પત્ર પણ લખ્યો છે. નાણા મંત્રીએ રાહત ફંડમાંથી જે પૈસા રાજ્યોને આપ્યા છે તે દિલ્હી સરકારને હજુ મળ્યા નથી. આ કારણે ઘણી નાણાકીય મુશ્કેલીઓ છે. દિલ્હી સરકાર પાસે કોઈ ટેક્સ નથી આવી રહ્યો, કેન્દ્ર સરકાર પાસેથી આમ પણ દિલ્હી સરકારને કોઈ સહાયતા મળતી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement