શોધખોળ કરો
દેશના આ રાજ્યમાં સરકારે હોટલ ખોલવાની આપી મંજૂરી, જીમ રહેશે બંધ, જાણો વિગત
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની આજે મળેલી બેઠકમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બાદ આ ફેંસલો લેવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી દેશના અનેક વિસ્તારોમાં હોટલ અને બજાર બંધ છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની આજે મળેલી બેઠકમાં દિલ્હીમાં ફરીથી હોટલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે જીમ હજુ પણ બંધ રહેશે. વીકલી માર્કેટ ફરીથી ટ્રાયલ આધારે ખુલશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની આજે મળેલી બેઠકમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બાદ આ ફેંસલો લેવામાં આવ્યો હતો. દિલ્હી સરકાર શહેરમાં હોટલ, જિમ અને વીકલી માર્કેટ ખોલવાની પક્ષમા પહેલાથી જ હતી. ગત મહિને સીએમ કેજરીવાલે તેની જાહેરાત પણ કરી હતી. પરંતુ ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના ફેંસલાને પલટાવી દીધો હતો. જે બાદ કેજરીવાલ સરકાર તરફથી ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગૃહ મંત્રી અમિત શાહને આ અંગે ફરિયાદ પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતુ કે, દિલ્હીમાં કોરનાના મામલા સતત ઘટી રહ્યા છે, સ્થિતિ નિયંત્રણમાં છે. જ્યારે ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં મામલા વધી રહ્યા હોવા છતાં હોટલ અને વીકલી માર્કેટ ખુલી ગયા છે. MS Dhoni Retirement: BCCI ધોનીને આપવા માંગે છે ફેરવેલ મેચ, IPL બાદ થઈ શકે છે ફેંસલો, જાણો વિગતે ભાવનગરઃ મહુવા નજીક સાવરકુંડલા રોડ પર બાઈક સામ સામે અથડાયા, બંને બાઈકસવારના મોત ભારતમાં વધુ એક કંપનીએ કોરોનાની દવા કરી લોન્ચ, 41 શહેરોમાં કરશે ફ્રી હોમ ડિલિવરી, જાણો શું છે ભાવ
વધુ વાંચો





















