Jahangirpuri Violence: અત્યાર સુધીમાં 20 ની ધરપકડ, 3 તમંચા અને 5 તલવાર મળી
દિલ્હીના જહાંગીરપુરીમાં ભડકેલી હિંસા કેસમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય બે સગીરોની પણ ધરપકડ કરવામાં આવી છે.
Jahangirpuri Violence: દિલ્હીના જહાંગીરપુરીમાં ભડકેલી હિંસા કેસમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય બે સગીરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને પાંચ તલવાર મળી આવી છે. ધરપકડ કરાયેલા 20 આરોપીઓમાંથી 4 એક જ પરિવારના પુરુષો છે. જે બીજા પક્ષના ગણાવવામાં આવી રહ્યા છે. આરોપીઓની કલમ 147, 148, 149, 186, 353, 332, 323, 427, 436, 307, 120B IPC અને 27 આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા 20 આરોપીઓના નામ
1. ઝાહિદ, ઉંમર- 20 વર્ષ
2. અંસાર, ઉંમર- 35 વર્ષ
3. શહઝાદ, ઉંમર- 33 વર્ષ
4. મુખ્તાર અલી, ઉંમર- 28 વર્ષ
5. મો. અલી, ઉંમર - 18 વર્ષ
6. અમીર, ઉંમર - 19 વર્ષ
7. અક્સર, ઉંમર-26 વર્ષ
8. નૂર આલમ, ઉંમર- 28 વર્ષ
9. મોહમ્મદ અસલમ, ઉંમર- 21 વર્ષ
10. ઝાકિર, ઉંમર-22 વર્ષ
11. અકરમ, ઉંમર- 22 વર્ષ
12. ઈમ્તિયાઝ, ઉંમર- 29 વર્ષ
13. મો. અલી, ઉંમર - 27 વર્ષ
14. અહીર, ઉંમર- 35 વર્ષ
15. શેખ સૌરભ, ઉંમર- 42 વર્ષ
16. સૂરજ, ઉંમર- 21 વર્ષ
17. નીરજ, ઉંમર - 19 વર્ષ
18. સુકેન, ઉંમર- 45 વર્ષ
19. સુરેશ, ઉંમર- 43 વર્ષ
20. સુજીત સરકાર, ઉંમર- 38 વર્ષ
આ સિવાય બે કિશોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે શનિવારે 16 એપ્રિલે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં અચાનક હિંસા ફાટી નીકળી હતી. હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, ત્યારબાદ વાતાવરણ બગડ્યું હતું અને હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
આ કેસમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે શોભા યાત્રા દરમિયાન ગોળીબાર કરનાર અસલમની પણ ધરપકડ કરી છે. પોલીસે અસલમ પાસેથી પિસ્તોલ પણ કબજે કરી છે, જેમાંથી તેણે હંગામા દરમિયાન ફાયરિંગ કર્યું હતું.