(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીમાં ફરી કોરોનાનો ઉથલો, છેલ્લા 24 કલાકમાં 1094 નવા કેસ અને 2 દર્દીના મોત થયાં સરકાર ચિતિંત
આંકડા અનુસાર, હાલમાં હૉસ્પીટલ પહોંચનારા કૉવિડના દર્દીઓની સંખ્યા ઓછી છે, જોકે સારવાર હેઠળ કુલ દર્દીઓના ત્રણ ટકામાં પણ કમી છે.
Delhi Covid 19 Update: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 1,094 કેસો સામે આવ્યા છે, અને મહામારીથી બે દર્દીઓના મોત પણ થયાના સમાચાર છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામા આવેલા આંકડા અનુસાર સંક્રમણનો દર વધીને 4.82 ટકા થઇ ગયો છે, શહેરમાં એક દિવસ પહેલા 22,614 નમૂનાની કૉવિડ તપાસ કરવામાં આવી. દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમણના કુલ 18,73,793 કેસો સામે આવી ચૂક્યા છે, અને કૉવિડથી 26,166 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
આંકડા અનુસાર, હાલમાં હૉસ્પીટલ પહોંચનારા કૉવિડના દર્દીઓની સંખ્યા ઓછી છે, જોકે સારવાર હેઠળ કુલ દર્દીઓના ત્રણ ટકામાં પણ કમી છે. હાલમાં દિલ્હીની હૉસ્પીટલોમાં કૉવિડના 79 દર્દીઓ ભરતી છે, જ્યારે 2,532 લોકો ઘરે આઇસૉલેશનમાં છે.
વળી, બીજીબાજુ મહારાષ્ટ્રમાં 25 માર્ચ બાદ શનિવારે એક દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ નવા 194 કેસો સામે આવ્યા છે. જેની સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 78,76,697 થઇ ગઇ છે. વળી, સંક્રમણથી એક દર્દીનુ મોત પણ થઇ ચૂક્યુ છે. મોતનો આંકડો 1,47,832 સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચો..........
CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા
PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ
MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે