શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હી મેટ્રો સુધી પહોંચ્યો કોરોના વાયરસનો કહેર, DMRCના 20 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ
દિલ્હીમાં અત્યાર સુધી 650 લોકોના કોરોનાને કારણે મોત થયા છે, જ્યારે અત્યાર સુધી કુલ 25004 કેસ સામે આવ્યા છે.
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે દિલ્હી મેટ્રોના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) એ જણાવ્યું કે, તેના 20 કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જો કે તમામ કર્મચારીઓ હાલમાં સારી સ્થિતિમાં છે.
દિલ્હીમાં અત્યાર સુધી સામાન્ય જનતા સિવાય મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી અને સીઆરપીએફના જવાનો કોરોનાથી સંક્રમિત હોવાના કેસ સામે આવ્યા હતા. આ પહેલીવાર છે કે, દિલ્હી મેટ્રોના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ડીએમઆરસી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે, દિલ્હી મેટ્રો રેલના 20 જેટલા કર્મચારી કોવિડ-19 પોઝિટિવ છે. તમામ કર્મચારીઓમાં કોઈ લક્ષણ નથી અને તમામ સ્વસ્થ છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રો કોરોના મહામારીના કારણે લાંબા સમયથી સમથી બંધ છે. રાજધાની સહિત દેશભરમાં પરિવહિન સેવાઓ ધીમે ધીમે શરૂ થઈ રહી છે પરંતું મેટ્રો હાલ 30 જૂન સીધી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હીમાં અત્યાર સુધી 650 લોકોના કોરોનાને કારણે મોત થયા છે, જ્યારે અત્યાર સુધી કુલ 25004 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં હાલ 14456 એક્ટિવ કેસ છે અને 9898 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion