શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોલીસે જામિયા હિંસામાં સામેલ 70 લોકોની તસ્વીર કરી જાહેર, જાણકારી આપનારને મળશે ઈનામ
પોલીસે જણાવ્યું કે બન્ને કેસની તપાસ ક્રાઈમ બ્રાંચની વિશેષ તપાસ ટીમ કરી રહી છે અને જે લોકોની તસવીર જાહેર કરવામાં આવી છે તેઓએ હિંસામાં સામેલ હતા. પોલીસે કહ્યું કે આ લોકો વિશે માહિતી આપનારને ઈનામ આપવામાં આવશે.
નવી દિલ્હી: ગત મહિને જામિયા મિલ્લિયા ઈસ્લામિયા પાસે નાગરકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન થયેલી હિંસમાં સામેલ 70 લોકોની તસવીર દિલ્હી પોલીસે બુધવારે જાહેર કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. પોલીસ અનુસાર યુનિવર્સિટી પરિસર પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા મામલે બે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતાની ધારાઓ અંતર્ગત જામિયા નગર પોલીસ સ્ટેશન અને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં એક-એક ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે બન્ને કેસની તપાસ ક્રાઈમ બ્રાંચની વિશેષ તપાસ ટીમ કરી રહી છે અને જે લોકોની તસવીર જાહેર કરવામાં આવી છે તેઓએ હિંસામાં સામેલ હતા. પોલીસે કહ્યું કે આ લોકો વિશે માહિતી આપનારને ઈનામ આપવામાં આવશે. પોલીસ અનુસાર આરોપીઓને વિશે જાણકારી 011-23013918, 9750871252 નંબર પર આપી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion