IMD Cold Wave: બે દિવસ સુધી દિલ્હી ઠંડીમાં ઠુઠવાશે, યુપી-બિહારથી લઈને હરિયાણા-પંજાબ સુધી ગાઢ ધુમ્મસ
IMD Weather Alert: હવામાન વિભાગ દ્વારા 25 ડિસેમ્બર માટે જારી કરવામાં આવેલા અપડેટ્સ અનુસાર, આજથી આગામી ચાર દિવસ સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ઘણા સ્થળોએ ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે.
IMD 25 December Weather Forecast: શીત લહેર અને ધુમ્મસ વચ્ચે આજે દેશભરમાં ક્રિસમસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આવી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 25 ડિસેમ્બર માટે જારી કરવામાં આવેલા અપડેટ્સ અનુસાર આજથી આગામી ચાર દિવસ સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ઘણા સ્થળોએ ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ અને ત્રિપુરાના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં પણ લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં તીવ્ર શીત લહેરની ચેતવણી જારી કરી છે. તે જ સમયે આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિની સંભાવના છે.જેને પગલે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે
पंजाब: ठंड बढ़ने से अमृतसर में आज घना कोहरा छाया। ठंड से बचने के लिए लोग आग तापते हुए दिखे। pic.twitter.com/UsnFPcC3LT
— ANI_HindiNews (@AHindinews) December 25, 2022
हरियाणा: अंबाला में ठंड के बीच घना कोहरा देखने को मिला। pic.twitter.com/ipEXZ5Y2br
— ANI_HindiNews (@AHindinews) December 23, 2022
દિલ્હીમાં 2 દિવસ સુધી તીવ્ર ઠંડીની શક્યતા
દેશની રાજધાની દિલ્હીમાં આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ 25 ડિસેમ્બરે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન પણ 19 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગે કહ્યું છે કે આવી સ્થિતિ 25 અને 26 ડિસેમ્બરે રહેવાની સંભાવના વર્તાઈ રહી છે. એટલે કે એ દિવસ સુધી દિલ્હી ઠંડીમાં ઠુંઠવાશે.
કાશ્મીર ખીણમાં ઠંડી વધી, હિમવર્ષા થવાની શક્યતા
કાશ્મીરમાં ખીણમાં મોટા ભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા શીત લહેર સતત વધી રહી છે. જો કે હવામાન વિભાગે સોમવારથી થોડા દિવસો માટે ઠંડી અને સૂકા વાતાવરણમાંથી રાહત મળવાની આગાહી કરી છે.