શોધખોળ કરો

દેશ કા મૂડ: 2019માં ગુજરાતમાં ભાજપને નુકશાન, UPAને 9 ટકા વોટ શેયરનો ફાયદો: સર્વે

નવી દિલ્લી: વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની પડઘમ વાગી ચૂક્યાં છે. લોકસભાની ચૂંટણી યોજાવામાં એક વર્ષ કરતા ઓછો સમય છે. દેશના ઘણા રાજ્યોમાં આ વર્ષે અને આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ છે તો ચૂંટણી સમયે દેશનો શું મૂડ છે તેને લઈને એબીપી ન્યૂઝ અને લોકનીતિ સીએસડીએસએ સાથે મળી દેશના ઘણા રાજ્યોમાં સર્વે કર્યો છે. ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ થઈ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મોટી સફળતા મેળવી હતી. પરંતુ જો અત્યારે ગુજરાતમાં ચૂંટણી યોજાય તો તસવીર શું હોય શકે છે તેને લઈને સર્વેમાં ભાજપ માટે ચિંતાજનક ખબર સામે આવી છે. એબીપી ન્યૂઝના સર્વે મુજબ ગુજરાતમાં જો અત્યારે લોકસભાની ચૂંટણી યોજાય તો એનડીએને વોટ શેર મામલે નુકશાન થતું જોવા મળે છે. એનડીએના ખાતામાં 54 ટકા અને યૂપીએના ખાતામાં 42 ટકા અને અન્યના ખાતામાં 4 ટકા વોટ શેર જઈ શકે છે. 2014ના આંકડાની વાત કરવામાં આવે તો એનડીએને 59 ટકા વોટ શેર મળ્યા હતા એટલે એનડીએને 5 ટકા વોટ શેરનું નુકશાન થઈ રહ્યું છે. 2014માં યૂપીએને 33 ટકા વોટ મળ્યા હતા, અત્યારે ચૂંટણી થાય તો 9 ટકા વોટ શેરનો ફાયદો થઈ રહ્યો છે. 2014માં ભાજપે તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી, અત્યારે ચૂંટણી થાય તો કૉંગ્રેસ ખાતુ ખોલાવી શકે છે. મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર એબીપી ન્યૂઝે CSDS-લોકનીતિ સાથે મળીને દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વે 28 એપ્રિલ 2018થી 17 મે 2018 વચ્ચે કરવામાં આવ્યો છે. 19 રાજ્યોમાં 700 સ્થળોની 175 વિધાનસભા બેઠકો પર જઇને 15859 લોકોનો મત જાણવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી અત્યારે યોજાય તો ભાજપનું ગુજરાતમાં તમામ બેઠકો જીતવાનું સ્વપ્નુ રહી શકે છે અધુરુ, 2014 કરતા ભાજપને 5 ટકા વોટોનું નુકસાન, UPAને 9 ટકા વોટ શેયરનો ફાયદો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget