ભક્તે દાનપેટીમાં 100 કરોડનો ચેક નાખ્યો, મંદિર સંચાલકો બેંક પહોંચ્યા તો ખાતામાં હતા આટલા રુપિયા....
મંદિરને દાનમાં ચેક મળ્યો તેને લઈ હાલ તો સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે .
Devotee gives Rs 100 crore cheque : ભક્તો દ્વારા અવારનવાર મંદિરોમાં દાન કરવામાં આવે છે. દાનમાં ભક્તો સોનુ-ચાંદી અને રોકડ રકમ પણ આપતા હોય છે. આંધ્ર પ્રદેશના એક મંદિરમાં દાનમાં ચેક મળ્યો હતો. આ ચેકને લઈ લઈ હાલ તો સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે . આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી વારી દેવસ્થાનમ મંદિરનું મેનેજમેન્ટ ચોંકી ગયું જયારે તેમને દાન પેટીમાંથી 100 કરોડ રૂપિયાનો ચેક મળ્યો. જ્યારે મંદિરના અધિકારીઓએ આ ચેકને બેન્કમાં મોકલ્યો ત્યારે ભક્તના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. હાલ તો સોશિયલ મીડિયામાં આ ચેકની તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે.
ભક્તે દાનપેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક જમા કર્યો હતો
આંધ્ર પ્રદેશના સિંહાચલમ સ્થિત શ્રી નસિમ્હા સ્વામી મંદિરમાં એક ભક્તે દાનપેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક જમા કર્યો હતો. ચેકની તસવીર ગુરૂવારે સોશિયલ મીડિયા પર સામે આવી છે. ચેક પર બોડ્ડેપલ્લી રાધાકૃષ્ણનની સહી હતી. ભક્તે ચેક પર તારીખ લખી નથી. આ ચેક કોટક મહિન્દ્રા બેન્કનો છે. ચેકથી ખ્યાલ આવે છે કે ભક્ત વિશાખાપટ્ટનમમાં બેન્કની શાખામાં ખાતાધારક છે. જ્યારે મંદિર સંસ્થાના અધિકારીઓને દાનમાં ચેક મળ્યો ત્યારે તેઓ તેને કાર્યકારી અધિકારી પાસે લઈ ગયા. અધિકારીઓને સંબંધિત બેંક શાખામાં તપાસ કરવા કહ્યું કે શું ચેક આપનારના ખાતામાં ખરેખર 100 કરોડ રૂપિયા છે ? બેંક અધિકારીઓએ મંદિર સંસ્થાને જાણ કરી કે જે વ્યક્તિએ ચેક ઈશ્યુ કર્યો તેના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. મંદિરના સત્તાવાળાઓ દાતાની ઓળખ માટે બેંકની મદદ લેવાનું વિચારી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો દાતાનો ઈરાદો મંદિર સત્તાવાળાઓ સાથે છેતરપિંડી કરવાનો હતો તો બેંકને તેની સામે ચેક બાઉન્સનો કેસ શરૂ કરવા વિનંતી કરવામાં આવી શકે છે. ભક્તની આ હરકતને કારણે ઈન્ટરનેટ પર જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર લોકો આ ભક્ત પર અલગ-અલગ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે.
જો કે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે કોઈએ મજાકમાં આટલી મોટી રકમનો ચેક મંદિરની દાનપેટીમાં મૂકી દીધો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial