શોધખોળ કરો
Advertisement
ભારતમા ક્યારે આવશે કોરોનાની પહેલી વેક્સિન, ને કોને મળશે પહેલી, સરકારે કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના મંત્રી ડૉ. હર્ષવર્ધનનુ કહેવુ છે કે જ્યારે કોરોના વેક્સિન એકદમ યોગ્ય રીતે તૈયાર થઇ જશે, ત્યારે સૌથી પહેલી 65 વર્ષથી વધુની ઉંમરના લોકોને આ વેક્સિન પહેલી આપવામાં આવશે
નવી દિલ્હીઃ કોરોનાની વેક્સિનને લઇને દુનિયાભરના દેશો ટ્રાયલ કરી રહ્યાં છે, ભારતમાં પણ કોરોના વેક્સિનનુ સક્સેસ ટ્રાયલ થઇ રહ્યાં છે, હવે સવાલ એ છે કે કોરોનાની વેક્સિન ક્યારે આવશે? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પ્રશ્નનો જવાબ શુક્રવારે આપી દીધો છે. મંત્રી પ્રમાણે કોરોનાની વેક્સિન ભારતમાં આ વર્ષના અંત સુધી આવી જશે.
મોદી સરકારના મંત્રી ડૉ. હર્ષવર્ધનનુ કહેવુ છે કે જ્યારે કોરોના વેક્સિન એકદમ યોગ્ય રીતે તૈયાર થઇ જશે, ત્યારે સૌથી પહેલી 65 વર્ષથી વધુની ઉંમરના લોકોને આ વેક્સિન પહેલી આપવામાં આવશે. આની સાથે ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, સ્વાસ્થ્યકર્મીઓ, જે ખાસ કરીને કોરોના મહામારીમા કામે લાગ્યા છે, તેમને આની પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે સાથે જ ઉપલબ્ધ ડૉઝને લઇને એક ખાસ ડ્રાઇવ પર વિકસીત કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આઇસીએમઆર દ્વારા સમર્થિત ત્રણ કૉવિડ-19 વેક્સિન ટેસ્ટિંગ માટે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાની સાથે વાતચીત ચાલે છે.
સીરમ ઇન્સ્ટીટ્યૂટ અને આઇસીએમઆર, ઓક્સફોર્ડ અને અન્ય બે વેક્સિનના ટેસ્ટિંગ કરાયા ચે. એકવાર જ્યારે તબક્કો 1 અને 2નુ રિઝલ્ટ આવી જશે. તો રૉલાઉટ કરવાની યોજના અંગે વિસ્તૃત રીતે ફોર્મેટ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ આખી દુનિયામાં કૉવિડ-19 વેક્સિનને લઇને ઝડપથી કામ ચાલી રહ્યું છે. આશા છે કે વેક્સિનના તમામ ટ્રાયલ સક્સેસ થઇ જશે અને બહુ જલ્દી ઉપયોગમાં પણ લેવાશે.
નોંધનીય છે કે ભારતમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે, દર્દીઓની સંખ્યા વધીને અત્યારે 29,05,824 થઇ ગઇ છે, અને 54,849 લોકોના મોત થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement