શોધખોળ કરો
Advertisement
Driving License Expiry: સરકારે આપી મોટી રાહત, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત આ દસ્તાવેજોની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવી
Driving License Expiry Extended: કોરોના સંક્રમણના કારણે લોકો તેમના ડોક્યુમેન્ટ રિન્યુ કરાવવા જે તે વિભાગની ઓફિસમાં નથી જઈ રહ્યા તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે દસ્તાવેજોની તારીખ લંબાવવાનો ફેંસલો કર્યો છે.
નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે વાહન ચાલકોનો મોટી રાહત આપી છે. મોટર વ્હીકલ એક્ટ સાથે સંકળાયેલા ફિટનેસ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પોલ્યૂશન સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની માન્યતા વધારીને 31 ડિસેમ્બર 2020 કરવાનો ફેંસલો લીધો છે. આ ફેંસલાથી જે લોકોના વાહનના દસ્તાવેજો આ સમયગાળા દરમિયાન એક્સપાયર થયા હશે તેમને રિન્યૂ કરાવવામાં ઘણો સમય મળશે.
મોટર વ્હીકલ એક્ટ સાથે સંકળાયેલા તમારા કોઈપણ દસ્તાવેજ આ દરમિયાન એક્સપાયર થઈ ગયા હોય કે થવાના હોય તો પરેશાન થવાની જરૂર નથી. તમે તેને 31 ડિસેમ્બર, 2020 સુધીમાં રિન્યૂ કરાવી શકો છે. આ ઉપરાંત સરકારે એક્સપાયર થયેલા ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા વધારીને 31 ડિસેમ્બર, 2020 કરી દીધી છે.
આ પહલા કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે લોકડાઉન દરમિયાન એક આદેશ જાહેર કરીને એક્સપાયર થઈ ચુકેલા ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ અને બીજા દસ્તાવેજોની મુદત 30 જૂન, 2020 સુધી વધારી હતી. જે બાદ સરકારે ફરી તેની મુદત લંબાવીને 30 સપ્ટેમ્બર, 2020 સુધી કરી હતી. હવે ત્રીજી વખત સરકારે આ મુદત લંબાવીને 31 ડિસેમ્બર, 2020 કરી દીધી છે.
કોરોના સંક્રમણના કારણે લોકો તેમના ડોક્યુમેન્ટ રિન્યુ કરાવવા જે તે વિભાગની ઓફિસમાં નથી જઈ રહ્યા તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે દસ્તાવેજોની તારીખ લંબાવવાનો ફેંસલો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement