Karnataka Heavy Rain: કર્ણાટકમાં ભારે વરસાદ બન્યો મુસીબત, બેંગલુરુમાં IT કંપનીએ 225 કરોડનું નુકસાન, હુબલીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી
Karnataka Heavy Rain: બેંગાલુરુમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડયો છે. જ્યારે છેલ્લા એક સપ્તાહથી વરસાદ શરૂ હોવાથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, નિચાણ વાળા મકાનોમાં અંદર પાણી ઘુસી ગયા છે.
![Karnataka Heavy Rain: કર્ણાટકમાં ભારે વરસાદ બન્યો મુસીબત, બેંગલુરુમાં IT કંપનીએ 225 કરોડનું નુકસાન, હુબલીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી Due to heavy rainfall in karnataka IT cos of Bengaluru loss Rs 225 crore Karnataka Heavy Rain: કર્ણાટકમાં ભારે વરસાદ બન્યો મુસીબત, બેંગલુરુમાં IT કંપનીએ 225 કરોડનું નુકસાન, હુબલીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/06/ec10418ec3cbd21b738bb3cf6f9316b1166243676324176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heavy Rains in Karnataka: કર્ણાટકમાં ભારે વરસાદ લોકો માટે મોટી સમસ્યા બની ગયો છે. સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું પસાર થવા જઈ રહ્યું છે, પરંતુ વરસાદ એવો છે કે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે બેંગલુરુ જળબંબાકાર થઈ ગયું છે. સોમવારે આખો દિવસ બેંગ્લોરના લોકો લાચાર જોવા મળ્યા. બેંગાલુરુમાં પરિસ્થિતિ એટલી મુશ્કેલી ભરી હતી કે શહેરના બધા જ રોડ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને રોડ પર નાવડીઓ તરતી જોવા મળી હતી. રેસ્ક્યૂ ટીમ દ્વારા શહેરમાં હાલ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
બેંગાલુરુમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડયો છે. જ્યારે છેલ્લા એક સપ્તાહથી વરસાદ શરૂ હોવાથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, નિચાણ વાળા મકાનોમાં અંદર પાણી ઘુસી ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હજારો લોકોને અન્ય સ્થળોએ શરણ લેવી પડી રહી છે. લોકોની અવર જવર માટે પ્રશાસન દ્વારા નાવડીઓ તૈનાત કરવી પડી છે. અનેક સ્થળે વાહનો ફસાયા છે. જેને કારણે મોટા ભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.
પોશ વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમના ખુલ્લા પોલ
બેંગ્લોરમાં રસ્તાઓ પર બોટ દોડવા લાગી. એબીપી ન્યૂઝની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. બેંગલુરુના પોશ વિસ્તારમાં વરસાદે ડ્રેનેજ સિસ્ટમનો પર્દાફાશ કર્યો. વરસાદ બાદ બેંગ્લોરના સરજાપુરા રોડ પર 4 ફૂટ સુધી પાણી જમા થઈ ગયું હતું. કોલોનીમાં પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલી વધી અને લોકો ઘરોમાં કેદ થઈ ગયા.
IT કંપનીઓને 225 કરોડનું નુકસાન
બેલગુરુમાં વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. રસ્તામાં ગાડીઓ ફસાઈ ગઈ. અને લોકોને ઓફિસ જવા માટે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો, તો ટ્રેક્ટર એન્જિનિયરોનો સહારો બન્યો હતો. ઘણા લોકો ટ્રેક્ટર દ્વારા તેમની ઓફિસે પહોંચ્યા, પરંતુ કેટલાક લોકોને તેમના ઘરે જવા માટે કોઈ રસ્તો દેખાતો ન હતો. બેંગલુરુમાં વરસાદને કારણે અત્યાર સુધી IT કંપનીઓને 225 કરોડનું નુકસાન થયું છે.બેંગ્લોરમાં વરસાદે છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આવી સ્થિતિમાં જો વધુ વરસાદ પડે તો નુકસાનનો આંકડો વધી શકે છે.
તુમકુરમાં પણ વરસાદે તારાજી સર્જી હતી
કર્ણાટકના તુમકુરમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. પાણીના જોરદાર પ્રવાહમાં એક વ્યક્તિ તણાઈ ગયો, ત્યારબાદ રેસ્ક્યુ ટીમે તેની શોધ શરૂ કરી. આજુબાજુના પાણીમાં લાંબા સમય સુધી શોધખોળ કરવામાં આવી, પરંતુ પાણીમાં રહેલ વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો ન હતો. નદી નાળાઓ બધે ઉભરાઈ રહ્યા છે. રસ્તાઓ પર ઉપરથી પાણી વહેવા લાગ્યું. કર્ણાટકમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં કર્ણાટકના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
#WATCH | Karnataka: Massive water logging and traffic snarls continue at the outer ring road of Marathahalli-Silk Board Road in Bengaluru following heavy rainfall. pic.twitter.com/oVtxZCtdxs
— ANI (@ANI) September 6, 2022
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)