શોધખોળ કરો
Advertisement
Rana Kapoor Arrested: યસ બેન્કના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર રાણા કપૂરની EDએ કરી ધરપકડ
પ્રવર્તન નિદશાલયે રાણા કપૂરને ગત વર્ષે માર્ચમાં અન્ય કેસમાં ઘરપકડ કરી હતી. ત્યારથી તેઓ જ્યૂડિસિયલ કસ્ટડીમાં છે. ત્યારે તેમની વધુ એેક કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ: યસ બેન્કના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રાણા કપૂરની પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાણા કપૂરને આજે ઈડીની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 30 જાન્યુઆરી સુધી ઈડીની કસ્ટડમીમાં મોકલી દીધા છે.
રાણા કપૂરની એક નવા મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલો એચડીઆઈએલ અને મેક સ્ટાર માર્કેટિંગ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાયેલો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રવર્તન નિદશાલયે રાણા કપૂરને ગત વર્ષે માર્ચમાં અન્ય કેસમાં ઘરપકડ કરી હતી. ત્યારથી તેઓ જ્યૂડિસિયલ કસ્ટડીમાં છે. ત્યારે તેમની વધુ એેક કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
બૉમ્બે હાઈકોર્ટે મની લોન્ડ્રિંગ કેસમાં યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરને જામીન આપવાનો સોમવારે ઈનકાર કરી દીધો હતો. ઈડી DHFL સંબંધિત કંપની સાથે કથિત રીતે 600 કરોડ રૂપિયા લેવાના મામલે કપૂર, તેમના પત્ની અને તેમની ત્રણ પુત્રીઓ સામે તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement