શોધખોળ કરો
Advertisement
મની લૉન્ડ્રિંગનો અનોખો કેસ, EDએ જપ્ત કર્યા ચિમ્પાંઝી અને વિશેષ અમેરિકી વાનરો, જાણો વિગત
સુપ્રદીપ ગુહા પાસેથી જપ્ત કરેલા પ્રત્યેક ચિમ્પાંઝીની કિંમત 25 લાખ અને અમેરિકી વાનરોની કિંમત 1.50 લાખ કિંમત આંકવામાં આવી છે. કુલ 81,00,000ની કિંમતની જપ્તી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોલકત્તા: મની લૉન્ડ્રિંગનો એક અનોખો કેસ સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઈડી) એ મની લોન્ડ્રિંગ કેસમાં કાર્યવાહી કરતા ત્રણ ચિમ્પાંઝી અને ચાર વિશેષ પ્રકારના અમેરીકી વાનરો(મારમોસેટ)ને કબજે કર્યા છે.
ઈડીએ આ કાર્યવાહી પશ્ચિમ બંગાળ સરકારના વન્યજીવ વિભાગથી મળેલી જાણકારકીના આધારે કરી હતી. કલોકત્તાના સુપ્રદીપ ગુહાએ વિરુદ્ધ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત કેસ થયો હતો. બંગાળ સરકારના વન્યજીવ વિભાગે આ એક્ટની ધારા 9, 39, 44, 48, 49 અને 51 અંતર્ગત સુપ્રદીપ ગુહા વિરુદ્ધ એક સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેના પર એવા વન્યજીવ રાખવાનો આરોપ છે જેને ભારતમાં રાખવા પર પ્રતિબંધ છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રદીપ ગુહા પાસેથી જપ્ત કરેલા પ્રત્યેક ચિમ્પાંઝીની કિંમત 25 લાખ અને અમેરિકી વાનરોની કિંમત 1.50 લાખ કિંમત આંકવામાં આવી છે. કુલ 81,00,000ની કિંમતની જપ્તી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વન્યજીવ વિભાગની ફરિયાદ પર બંગાળ પોલીસે પણ સુપ્રદીપ વિરુદ્ધ છેતરપિંડી કરી વન્ય જીવોની તસ્કરી કરવાનો કેસ નોંધ્યો છે. સુપ્રદીપે ગેરકાયદે રીતે મંજૂરીપત્ર મેળવી લીધું હતુ અને તે વન્ય જીવોની હેરાફેરી કરતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion