શોધખોળ કરો

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઇન્ડિયન એરફોર્સને મળશે આઠ લડાકુ હેલિકોપ્ટર, જાણો તાકાત

આવતીકાલે આઠ અમેરિકન અપાચે એએચ-64ઇ એટેક હેલિકોપ્ટર એરફોર્સમાં સામેલ થશે

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તણાવ ભરી સ્થિતિ છે. આ વચ્ચે ઇન્ડિયન એરફોર્સની તાકાતમાં વધારો થવા જઇ રહ્યો છે. આવતીકાલે આઠ અમેરિકન અપાચે એએચ-64ઇ એટેક હેલિકોપ્ટર એરફોર્સમાં સામેલ થશે. એર ચીફ માર્શલ બી.એસ ધનોઆ પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રહેશે. અપાચે એએચ-64ઇ દુનિયાના સૌથી આધુનિક લડાકુ હેલિકોપ્ટર છે અને અમેરિકન સૈન્ય તેનો ઉપયોગ કરી રહી છે. ઇન્ડિયન એરફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આઠ અપાચે હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સમાં સામેલ કરાશે. જેનાથી એરફોર્સની તાકાતમાં વધારો થશે. ઇન્ડિયન એરફોર્સે અપાચે હેલિકોપ્ટર માટે અમેરિકન સરકાર અને બોઇંગ લિમિટેડ સાથે સપ્ટેમ્બર 2015માં અનેક અબજ ડોલરના કરાર કર્યા હતા. જે હેઠળ બોઇંગે27 જૂલાઇના રોજ 22 હેલિકોપ્ટમાંથી પ્રથમ ચાર હેલિકોપ્ટર આપ્યા હતા. કરાર થયાના ચાર વર્ષ બાદ હિંડન એરબેઝમાં અપાચે હેલિકોપ્ટરોના પ્રથમ જથ્થો સોંપવામાં આવ્યો હતો. આ હેલિકોપ્ટરની કિંમત 4,168 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. વર્ષ 2015માં ભારતે અમેરિકન સરકાર અને અમેરિકન વિમાન કંપની બોઇંગ સાથે 22 અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે લગભગ ત્રણ અબજ ડોલરનો કરાર કર્યો હતો. આ હેલિકોપ્ટરની ક્ષમતાની વાત કરવામાં આવે તો આ હેલિકોપ્ટર 293 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તે સિવાય તે રાત્રે પણ ઉડાણ ભરી શકે છે. અપાચે હેલિકોપ્ટરમાં બે જનરલ ઈલેક્ટ્રિક T700 ટર્બોશેફ્ટ એન્જિન છે અને આગળની તરફ બે સેન્સર પણ ફીટ કરાયેલાં છે. જેના કારણે તે રાત્રે પણ ઉડાન ભરી શકે છે. હેલિકોપ્ટરથી અત્યાધુનિક મિસાઇલ ફાયર કરી શકાય છે.

ટોપ સ્ટોરી

'યુવાનોને અંધભક્ત બનાવી રહ્યા છે', રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન
'યુવાનોને અંધભક્ત બનાવી રહ્યા છે', રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન
Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ 
ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી
Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ 
બેંક FD ને ટક્કર આપે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણો વ્યાજ દર, નિયમ અને ટેક્સના ફાયદા 
બેંક FD ને ટક્કર આપે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણો વ્યાજ દર, નિયમ અને ટેક્સના ફાયદા 
Embed widget