Assembly Election 2022 Dates: ઉત્તર પ્રદેશમાં 7, મણિપુરમાં 2, પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં 1-1 તબક્કામાં મતદાન, 10 માર્ચે પરિણામ
દેશના 5 રાજ્યમાં ચૂંટણીની તારીખ આજે બપોરે જાહેર થશે. કોરોના પ્રોટોકોલ હેઠળ ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની તૈયારી છે
LIVE
Background
નવી દિલ્હીઃ દેશના 5 રાજ્યમાં ચૂંટણીની તારીખ આજે બપોરે જાહેર થશે. કોરોના પ્રોટોકોલ હેઠળ ચૂંટણી યોજવાની ચૂંટણી પંચની તૈયારી છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ જાણકારી મળશે કે ક્યા રાજ્યમાં કેટલા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આગામી કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પાંચ રાજ્યમાંથી ચારમાં ભાજપની સરકાર છે.
ઉત્તરાખંડ વિધાનસભામાં એક તબક્કામા મતદાન
ઉત્તરાખંડ વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે. 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. 10 માર્ચે પરીણામ આવશે.
ગોવા વિધાનસભામાં એક તબક્કામા મતદાન
ગોવા વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે. 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. 10 માર્ચે પરીણામ આવશે.
પંજાબ વિધાનસભામાં એક તબક્કામા મતદાન
પંજાબ વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે. 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.10 માર્ચે પરીણામ આવશે.
મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે
મણિપુરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે જ્યારે ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે.
યુપી ચૂંટણી 2022 તારીખ: યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી
પહેલો તબક્કો 10મી ફેબ્રુઆરી
પહેલો તબક્કો 14 ફેબ્રુઆરી
ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી
ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી
પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી
6ઠ્ઠો તબક્કો 3 માર્ચ
સાતમો તબક્કો 7 માર્ચ