Election: પેટાચૂૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, વાવ બેઠક પર થયું રેકોર્ડ બ્રેક મતદાન
Election Live Update: ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજીભાઈ વચ્ચે ખરાખરીનો જંગ છે

Background
Election Live Update: વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મતદાન શરૂ થયું હતું. વાવ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજીભાઈ વચ્ચે ખરાખરીનો જંગ છે. 3 લાખથી વધુ મતદારો મતદાન કરશે. 321 મતદાન કેન્દ્ર પર મતદાન યોજાશે. 97 મતદાન બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ મતદાન કેન્દ્રમાં CISFનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન પહેલા પૂજા-અર્ચના કરી હતી. સ્વરૂપજી ઠાકોર ઈષ્ટદેવની પૂજા કરી મતદાન કરવા બીયોક ખાતે જશે. મતદાન પહેલા સ્વરૂપજી પહેલા પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વાવ બેઠક પર મતદાન પૂર્ણ
વાવ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. બનાસકાંઠા જિલ્લાની આ વાવ બેઠક પર આજે યોજાયેલી પેટાચૂંટણી ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કુલ 10 ઉમેદવારનોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચૂક્યુ છે. વાવમાં આ વખતે 70 ટકાથી વધુ મતદાન થયુ છે. તમામ મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના અવસરને મનાવ્યો છે.
આજે વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી, પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. શાંતિપૂર્ણ માહોલમાં થયેલા મતદાનમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યુ અને 70 ટકાથી વધુ મતદાનનો આંકડો નોંધાયો છે. ખાસ વાત છે કે, 2022માં વાવ બેઠક પર 75.02 ટકા મતદાન થયુ હતુ, હવે આગામી 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ આવશે. અહીં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ તમામ ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.
વાવ વિધાનસભામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 55% મતદાન
વાવ વિધાનસભાની પેટા ચુંટણીને લઈ મતદાન ચાલું છે. પેટા ચુંટણીમાં મતદાનના અંતિમ 1 કલાક બાકી છે. વાવ વિધાનસભામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 55% મતદાન થયું છે. બપોર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગનું મતદાન થયું છે. વાવના ભાચલી ગામમાં પણ બપોર સુધીમાં 65% મતદાન થયું છે. ભાચલી ગામે 1600 જેટલા કુલ મતદારોની સામે 900 જેટલા મતદારોએ કર્યું મતદાન





















