શોધખોળ કરો

Assam Elections Results 2021: ચૂંટણી પરિણામ પહેલાં જ ભાજપે આ મોટા રાજ્યમાં સરકાર બનાવવાનો કર્યો દાવો, જાણો વિગત

Assam Assembly Election Vote Counting Results 2021: આસામના મુખ્યમંત્રી સોનાવાલે કહ્યું, ટ્રેન્ડ પરથી સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે.

નવી દિલ્હીઃ  દેશભરમાં કોરોના મહામારીના કેર વચ્ચે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપની નજર વધુ રાજ્યોમાં તેનું શાસન ફેલાવવા પર છે.

આ દરમિયાન ભાજપે આસામમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. આસામના મુખ્યમંત્રી સોનાવાલે કહ્યું, ટ્રેન્ડ પરથી સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે.

ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ, આસામની 126 બેઠક પૈકી 117 બેઠકના વલણ સામે આવ્યા છે. જેમાંથી 56 પર ભાજપ, ઓલ ઈન્ડિયા યુનાઈડેટ ડેમોક્રેટિક ફ્રંટ 11, અસોમ ગના પરિષદ 10, કોંગ્રેસ 29, યુનાઈટેડ પીપલ્સ પાર્ટી-લિબરલ 7, બોડોલેંડ પીપલ્સ ફ્રંટ 3 બેઠક  પર આગળ ચાલી રહ્યા છે.

પાંચ રાજ્યોમાં કેટલા બૂથ પર  મત ગણતરી

ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રો પર કોરોના માર્ગદર્શિકાઓના પાલનની પૂરી ખાતરી રાખી છે. પાંચ રાજ્યોની કુલ ૮૨૨ વિધાનસભા બેઠકોમાં મતગણતરી માટે ૨,૩૬૪ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જે ૨૦૧૬માં ૧,૦૦૨ની સરખામણીમાં બમણાથી વધુ છે. દરેક મતગણતરી કેન્દ્ર પર સેનિટાઈઝેશનના ૧૫ રાઉન્ડ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું કડકાઈથી પાલન કરાશે.

એક્ઝિટ પોલમાં શું થઈ આગાહી

દેશમાં વિવિધ એક્ઝિટ પોલે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. જોકે, કેટલાક સર્વે મુજબ મમતા બેનરજી બંગાળમાં સત્તા જાળવી રાખશે અને ભાજપ બીજા નંબરના પક્ષ તરીકે ઊભરી આવશે. આસામમાં ભાજપનું શાસન યથાવત્ રહેશે જ્યારે કેરળમાં ડાબેરી જોડાણ જીતી જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એક્ઝિટ પોલ મુજબ આસામ અને કેરળમાં કોંગ્રેસનો પનો થોડોક ટૂંકો પડશે જ્યારે પુડુચેરીમાં તે સત્તા ગુમાવે તેવી સંભાવના છે. કોંગ્રેસ માટે એકમાત્ર સારા સમાચાર તામિલનાડુમાંથી મળે છે, જ્યાં ડીએમકેના નેતૃત્વમાં વિપક્ષી જોડાણના વિજયની આગાહી કરવામાં આવી છે. અહીં ભાજપે શાસક અન્નાદ્રમુક સાથે જોડાણ કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર

જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી

3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા

ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા

Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

Embed widget