શોધખોળ કરો

West Bengal Elections Results 2021: નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે કે પાછળ, જાણો મહત્વના સમાચાર

West Bengal Assembly Election Vote Counting Results 2021: પશ્ચિમ બંગાળમાં સૌની નજર નંદીગ્રામ બેઠક પર છે. આ બેઠક સીએમ મમતા બેનર્જી તથા ટીએમસી છોડીને ભાજપમાં ભળેલા અને એક સમયે મમતાના ખાસ માનવામાં આવતાં સુવેંદુ અધિકારી વચ્ચે જંગ છે.

કોલકાતાઃ  દેશભરમાં કોરોના મહામારીના કેર વચ્ચે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે.. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપની નજર વધુ રાજ્યોમાં તેનું શાસન ફેલાવવા પર છે જ્યારે કોંગ્રેસ તેની ગુમાવેલી શાખ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સતત ત્રીજી વખત સત્તા પર રહેવાની આશા છે.  

પશ્ચિમ બંગાળમાં સૌની નજર નંદીગ્રામ બેઠક પર છે. આ બેઠક સીએમ મમતા બેનર્જી તથા ટીએમસી છોડીને ભાજપમાં ભળેલા અને એક સમયે મમતાના ખાસ માનવામાં આવતાં સુવેંદુ અધિકારી વચ્ચે જંગ છે. આ બેઠક પરથી હાલ ભાજપના ઉમેદવાર સુવેંદુ અધિકારી આગળ ચાલી રહ્યા છે.

ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ, પશ્ચિમ બંગાળની 292 બેઠક પૈકી 184 બેઠકના વલણ સામે આવ્યા છે. જે મુજબ  મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ 119, ભાજપ 62, અપક્ષ 2 તથા રાષ્ટ્રીય સેક્યુલક મજલિસ પાર્ટી એક બેઠક પર આગળ ચાલી રહી છે.

પાંચ રાજ્યોમાં કેટલા બૂથ પર થશે મત ગણતરી

ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રો પર કોરોના માર્ગદર્શિકાઓના પાલનની પૂરી ખાતરી રાખી છે. પાંચ રાજ્યોની કુલ ૮૨૨ વિધાનસભા બેઠકોમાં મતગણતરી માટે ૨,૩૬૪ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જે ૨૦૧૬માં ૧,૦૦૨ની સરખામણીમાં બમણાથી વધુ છે. દરેક મતગણતરી કેન્દ્ર પર સેનિટાઈઝેશનના ૧૫ રાઉન્ડ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું કડકાઈથી પાલન કરાશે.

એક્ઝિટ પોલમાં શું થઈ આગાહી

દેશમાં વિવિધ એક્ઝિટ પોલે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. જોકે, કેટલાક સર્વે મુજબ મમતા બેનરજી બંગાળમાં સત્તા જાળવી રાખશે અને ભાજપ બીજા નંબરના પક્ષ તરીકે ઊભરી આવશે. આસામમાં ભાજપનું શાસન યથાવત્ રહેશે જ્યારે કેરળમાં ડાબેરી જોડાણ જીતી જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એક્ઝિટ પોલ મુજબ આસામ અને કેરળમાં કોંગ્રેસનો પનો થોડોક ટૂંકો પડશે જ્યારે પુડુચેરીમાં તે સત્તા ગુમાવે તેવી સંભાવના છે. કોંગ્રેસ માટે એકમાત્ર સારા સમાચાર તામિલનાડુમાંથી મળે છે, જ્યાં ડીએમકેના નેતૃત્વમાં વિપક્ષી જોડાણના વિજયની આગાહી કરવામાં આવી છે. અહીં ભાજપે શાસક અન્નાદ્રમુક સાથે જોડાણ કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Embed widget