Air India Plane Crash: એન્જિન ફેલ્યોર કે ટેકનિકલ ખામી? તપાસ દરમિયાન થયેલા સિમ્યુલેટરમાં શું થયો ખુલાસો
Air India Plane Crash: એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ નથી, જેમાં 242 માંથી 241 લોકો મૃત્યુ પામ્યા હતા. તપાસમાં એન્જિનમાં ખામી અને પાવર સપ્લાયમાં ખામી હોવાની શંકા છે.

Air India Plane Crash: એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ તેનું કારણ હજુ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થયું. 242 લોકોમાંથી ફક્ત એક જ આ અકસ્માતમાં બચી ગયો, બાકીના મૃત્યુ પામ્યા. હવે તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતનું એક મોટું કારણ બંને એન્જિનની ફેલ્યોર હોઈ શકે છે.
તપાસમાં શું જાણવા મળ્યું?
તપાસકર્તાઓ અને એર ઇન્ડિયાના પાઇલટ્સે સિમ્યુલેટરમાં અકસ્માતના સંજોગોનું પુનરાવર્તન કર્યું. તેમણે જોયું કે લેન્ડિંગ ગિયર ખુલ્લું હોય અને ફ્લૅપ્સ બંધ હોય ત્યારે વિમાન ક્રેશ થઈ શકે છે કે નહીં, પરંતુ સિમ્યુલેટર પરીક્ષણમાં જાણવા મળ્યું કે ફક્ત આ પરિબળો જ ક્રેશ માટે પુરતા નથી.
ઇમરજન્સી પાવર સિસ્ટમે ચેતવણી આપી હતી
અકસ્માત પહેલા, વિમાનમાં ઇમરજન્સી પાવર ટર્બાઇન (RAT) ઓટોમેટિક એકટિવ થઈ ગયું હતું. આ સિસ્ટમ ત્યારે જ એક્ટિવ થાય છે જ્યારે વિમાનના બંને એન્જિન કામ કરવાનું બંધ કરી દે છે. આનાથી એ શંકા વધુ ઘેરી બની છે કે અકસ્માત સમયે વિમાનમાં સંપૂર્ણ વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.
સિમ્યુલેટરમાં અકસ્માતનું કરાયું પુનરાવર્તન
એર ઇન્ડિયાના પાઇલટ્સે સિમ્યુલેટર પર પણ એ જ સ્થિતિનું પુનરાવર્તન કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે વિમાન ફક્ત લેન્ડિંગ ગિયર બંધ હોવાને કારણે અને પાંખોના ફ્લૅપ્સ બંધ હોવાને કારણે ક્રેશ થયું ન હોઈ શકે. આ સૂચવે છે કે, એન્જિન અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી હતી.
વિંગ ફ્લૅપ્સ અને લેન્ડિંગ ગિયર પર શંકા
વીડિયો ફૂટેજ દર્શાવે છે કે વિમાન ટેકઓફ પછી તરત જ ઊંચાઈ મેળવી શક્યું નહીં અને નીચે પડી ગયું. સિમ્યુલેટર પરીક્ષણો દર્શાવે છે કે, લેન્ડિંગ ગિયર અડધું ફોલ્ડ હતું પરંતુ તેના દરવાજા ખુલ્યા ન હતા, જે હાઇડ્રોલિક નિષ્ફળતા અથવા પાવર સપ્લાય નિષ્ફળતા સૂચવે છે.
યુઝર્સે શું કહ્યું?
અત્યાર સુધી AAIB (Aircraft Accident Investigation Bureau)) અને એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ હવે ટેકનિકલ નિષ્ફળતા તરફ વળ્યું છે. બ્લેક બોક્સ (ફ્લાઇટ રેકોર્ડર) ના ડેટાની તપાસ હજુ ચાલુ છે.





















