Fact Check: શશિ થરુરના પગમાં ઈજા 2022માં થઈ હતી, આ વાયરલ તસવીર છે જૂની
શશિ થરૂરની એક જૂની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેમના પગમાં ઈજા દેખાઈ રહી છે અને તેને તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહી છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂરની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પગમાં ઈજાગ્રસ્ત જોઈ શકાય છે. યુઝર્સ આ તસવીરને તાજેતરની ગણાવી અને શેર કરી રહ્યાં છે.
વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું હતું. શશિ થરૂરની આ તસવીર 2022ની છે, જ્યારે સંસદની સીડીઓ ઉતરતી વખતે તેમના ડાબા પગમાં ઈજા પહોંચી હતી.
શું છે વાયરલ ?
ફેસબુક યુઝર Anshul Bairagi Mp (Archive Link) એ વાયરલ તસવીરને 11 ડિસેમ્બરે શેર કરી અને દાવો કર્યો, “આપણે લોકો Pushpa2 માં વ્યસ્ત છીએ… બીજી તરફ, “લવ-ગુરુ”નો પગ તૂટી ગયો છે અને ગુરુજી ઘાયલ છે. સંભાળ કરનારા સ્ટાફનું ભગવાન ધ્યાન રાખે. ”
તપાસ
આ પોસ્ટની તપાસ કરવા માટે, અમે પહેલા Google રિવર્સ ઈમેજ પર ચિત્રને સર્ચ કર્યું. અમને આ તસવીર 16 ડિસેમ્બર, 2022ની શશિ થરૂરની X પોસ્ટમાં મળી છે. આ તસવીર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે, “ગઈકાલે સંસદમાં એક પગથીયું ચૂકી જવાને કારણે મારો ડાબો પગ મચકોડાઈ ગયો. થોડા કલાકો સુધી તેને અવગણ્યા પછી દુખાવો એટલો વધી ગયો કે મારે હોસ્પિટલ જવું પડ્યું. હવે મારા પગમાં પ્લાસ્ટર છે પરંતુ હું સ્થિર છું, આજે સંસદમાં જઈ શકીશ નહીં અને વીકએન્ડ માટે મારા મતવિસ્તારની યોજના પણ રદ કરી દીધી છે.
A bit of an inconvenience: I badly sprained my left foot in missing a step in Parliament yesterday. After ignoring it for a few hours the pain had become so acute that I had to go to hospital. Am now immobilised w/a cast, missing Parliament today&cancelled wknd constituency plans pic.twitter.com/Ksj0FuchZZ
— Shashi Tharoor (@ShashiTharoor) December 16, 2022
હવે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે વાયરલ તસવીર જૂની છે, પરંતુ અમે જાણવા માગતા હતા કે તેઓ હાલમાં કેમ છે. કીવર્ડ સાથે સર્ચ કરવા પર અમને શશિ થરૂર વિશે ઘણા સમાચાર મળ્યા. અમને 13 ડિસેમ્બર 2024ના રોજ ન્યૂઝ એજન્સી પીટીઆઈની X પોસ્ટ પર થરૂરનો ઈન્ટરવ્યુ મળ્યો. આમાં તેઓ સ્વસ્થ દેખાઈ રહ્યા છે.
અમને 12 ડિસેમ્બર, 2024ની તારીખે શશિ થરૂરની આ તસવીર અંગેનું એક ટ્વિટ મળ્યું, જેમાં તેમણે લખ્યું હતું કે, When the usual troll factory is reduced to circulating a two year old picture of mine with a sprain led foot, accompanied by picayune comments, one realises how desperate they are for a distraction! For all those expressing concern about my well-being, I am pleased to say that not only is my leg alright, but I have been attending parliament daily and spoke in the debate on the national disaster management bill yesterday. (મારી બે વર્ષ જૂની તસવીરને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહી છે. આવુ કરીને કરંટ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. જે લોકોએ મારા સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરી છે તેમને જણાવતા મને આનંદ થાય છે કે મારો પગ એકદમ ઠીક છે, હું સંસદમાં હાજરી આપી રહ્યો છું અને કાલે રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન બિલ પરની ચર્ચામાં પણ બોલ્યો હતો)
When the usual troll factory is reduced to circulating a two year old picture of mine with a sprain led foot, accompanied by picayune comments, one realises how desperate they are for a distraction! For all those expressing concern about my well-being, I am pleased to say that…
— Shashi Tharoor (@ShashiTharoor) December 12, 2024
અમે આ બાબતની પુષ્ટિ માટે કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના ગિરીશ કુમારનો સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરી કે થરૂર એકદમ સ્વસ્થ છે અને વાયરલ તસવીર જૂની છે.
વાયરલ પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝર Anshul Bairagi Mpના લગભગ 10 હજાર ફોલોઅર્સ છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક વિશ્વાસ ન્યૂઝ એ કર્યુ છે, એબીપી અસ્મિતા ન્યૂઝ લાઇવ ગુજરાતીએ (gujarati.abplive.com) શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)