(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકાર પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ યુવાનોને મહિને 1800 રૂપિયા આપી રહી છે ? મોદી સરકારે શું કરી જાહેરાત ?
દેશમાં લગભગ 46 લાખ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી.
નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજનાને લઈને એક નકલી દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોએ આ ખોટા દાવાનો શિકાર ન થવું જોઈએ, તેથી PIB ફેક્ટ ચેક ટીમે તેના વિશે સાચી માહિતી આપી છે. પીઆઈબીએ ટ્વીટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવા મુજબ, પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ કેન્દ્ર સરકાર 18 થી 40 વર્ષની વયના લોકોને ઓનલાઈન ફોર્મ ભરવા પર દર મહિને 1800 રૂપિયા આપી રહી છે. આ દાવા સાથે એક ફોર્મની લિંક પણ શેર કરવામાં આવી રહી છે, જેમાં તમારી અંગત માહિતી માંગવામાં આવી રહી છે.
PIB ફેક્ટ ચેક ટીમના જણાવ્યા અનુસાર, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી માનધન યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ તે એક પેન્શન યોજના છે, જેમાં લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી જ પેન્શન મળે છે. દેશમાં લગભગ 46 લાખ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રની મોદી સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે આ યોજના શરૂ કરી હતી.
एक ऑनलाइन फॉर्म भरने पर प्रधानमंत्री मानधन योजना के तहत केंद्र सरकार 18 से 40 साल की उम्र के लोगों को हर महीने 1800 रुपए दे रही है।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) February 28, 2022
▶️यह दावा फ़र्ज़ी है।
▶️यह एक पेंशन योजना है। लाभार्थियों को 60 साल की उम्र के बाद ही पेंशन मिलेगी।
🔗https://t.co/B0pgspTkpw pic.twitter.com/Wa2UdAQ0so
યોજનાનો લાભ કેવી રીતે મેળવવો
આ યોજના હેઠળ 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. 18 થી 40 વર્ષની વયજૂથના ખેડૂતો આ યોજના માટે નોંધણી કરાવી શકે છે. આ યોજનામાં લાભાર્થીની નોંધણી કર્યા પછી, તેઓએ યોજનાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. આમાં 60 વર્ષની ઉંમર સુધી ન્યૂનતમ 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. 60 વર્ષ પછી સરકાર દ્વારા ખેડૂતને 3000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.