શોધખોળ કરો
Advertisement
કૃષિ બિલોના વિરોધમાં દેશવ્યાપી આંદોલનની તૈયારીમા કોગ્રેસ, સોમવારે બોલાવી બેઠક
કેન્દ્ર સરકાર દ્ધારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત બિલો મુદ્દે સંસદમાં સરકારનો વિરોધ કર્યા બાદ કોગ્રેસ હવે દેશવ્યાપી આંદોલનની રણનીતિ બનાવી રહી છે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્ધારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત બિલો મુદ્દે સંસદમાં સરકારનો વિરોધ કર્યા બાદ કોગ્રેસ હવે દેશવ્યાપી આંદોલનની રણનીતિ બનાવી રહી છે. જેને લઇને સોમવારે પાર્ટીએ મોટી બેઠક બોલાવી છે. સોમવારે સાંજે 4 વાગ્યે કોગ્રેસ હેડક્વાર્ટરમાં યોજાનારી બેઠકમાં સોનિયા ગાંધીના સહાયક સમિતના સભ્યો, તમામ મહાસચિવ અને પ્રદેશ પ્રભારી હાજર રહેશે. ટોચના સ્તરે ફેરફાર કર્યા બાદ કોગ્રેસના કેન્દ્રિય પદાધિકારીઓની આ પ્રથમ બેઠક છે.
સૂત્રોના મતે સારવાર માટે વિદેશમાં રહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેને લઇને નિર્દેશ આપ્યા છે. કોગ્રેસના સાંસદોએ આ બિલને લઇને વિરોધ કરવાની રણનીતિ બનાવી હતી પરંતુ સરકાર આ બિલોને લઇને જે રીતે ચારે તરફથી ઘેરાઇ છે બાદમાં કોગ્રેસે દેશભરમાં પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. તમામ ખેડૂત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહી આરએસએસ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે પણ આ બિલોને ખેડૂત વિરોધી ગણાવ્યા છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આરોપ લગાવી ચૂક્યા છે કે આ બિલ મારફતે મોદી સરકાર ઉદ્યોગપતિઓની મદદ કરી રહી છે. સોમવારની બેઠકમાં કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion