Farmers Protest: ખેડૂતોની બેઠક ખત્મ, સરકાર સાથે વાત કરવા બનાવી પાંચ સભ્યો સમિતિ
સુંયુક્ત કિસાન મોરચાની મહત્વની બેઠક ખત્મ થઇ છે. આ બેઠક સરકાર સાથે વાત કરવા માટે સંયુક્ત કિસાન મોરચાના પાંચ નેતાઓની કમિટી બનાવવામાં આવી છે.
Farmers Protest Future: સુંયુક્ત કિસાન મોરચાની મહત્વની બેઠક ખત્મ થઇ છે. આ બેઠક સરકાર સાથે વાત કરવા માટે સંયુક્ત કિસાન મોરચાના પાંચ નેતાઓની કમિટી બનાવવામાં આવી છે. કમિટીમાં બલબીર રાજેવાલ, ગુરનામ ચઢૂની, શિવ કુમાર કક્કા, યુદ્ધવીર સિંહ, અશોક ધવલેનું નામ સામેલ છે. પાંચ લોકોની આ સમિતિ સરકાર સાથે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે બનાવવામાં આવી છે જેમાં એમએસપી પણ સામેલ છે. જોકે એમએસપીને લઇને હજુ નામ નક્કી થયા નથી. સંયુક્ત કિસાન મોરચાની આગામી બેઠક 7 ડિસેમ્બરના રોજ યોજાશે.
કૃષિ કાયદાઓની વાપસી બાદ એમએસપી સહિત અનેક અન્ય માંગોને લઇને સંયુક્ત કિસાન મોરચાની બેઠક કરી હતી. આ બેઠકમાં અનેક વરિષ્ઠ ખેડૂત નેતા સામેલ થયા હતા. બેઠકને લઇને ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આજની બેઠકમાં એમએસપી, કેન્દ્રિય મંત્રી અજય મિશ્રાને પદ પરથી હટાવવાની માંગ, ખેડૂતો પર દાખલ કેસને પાછા ખેંચવા અને ખેડૂતોને વળતર આપવાના મુદ્દાઓ સામેલ છે. ટિકૈતે કહ્યું કે ભારત સરકાર જ્યાં સુધી ઇચ્છશે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આજની બેઠકમાં આ મુદ્દા પર વાત થઇ રહી છે કે આંદોલન ખત્મ કરવામાં આવે કે આગળ વધારવામાં આવે.
સંયુક્ત કિસાન મોરચા તરફથી કેન્દ્ર સરકારને એ 702 ખેડૂતોના નામ મોકલ્યા છે જેમના મોત ખેડૂત આંદોલન દરમિયાન થયા છે. કિસાન મોરચા તરફથી મૃતક ખેડૂતોની યાદી શુક્રવારે કૃષિ સચિવને મોકલી છે. આ અગાઉ સરકારે સંસદમાં કહ્યું હતુ કે તેમની પાસે આંદોલન દરમિયાન મોતને ભેટેલા ખેડૂતોનો ડેટા નથી.
Rahul Gandhi એ કહ્યુ- ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપે મોદી સરકાર
Omicron Variant: શું ઓમિક્રોન વેરિઅન્ટથી આવશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ
Surat : વિદ્યાર્થી સહિત પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, આખી સોસાસટી મૂકાઈ કન્ટેન્ટમેન્ટમાં