શોધખોળ કરો

Omicron Variant: શું ઓમિક્રોન વેરિઅન્ટથી આવશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ

ઓમિક્રોન વેરિઅન્ટે દેશમાં દસ્તક દીધી છે. આ વેરિઅન્ટે ચિંતા વધારી છે. કોરોનાની બે લેહરનો  ભયાનક  સામનો કર્યા પછી લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું ત્રીજી લહેર  ઓમિક્રોનથી પણ આવી શકે છે.

Omicron Variant Cases in India: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટે દેશમાં દસ્તક દીધી છે. આ વેરિઅન્ટે ચિંતા વધારી છે. કોરોનાની બે લેહરનો  ભયાનક  સામનો કર્યા પછી લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું ત્રીજી લહેર  ઓમિક્રોનથી પણ આવી શકે છે.

કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવના પર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દક્ષિણ આફ્રિકાની બહારના દેશોમાંથી ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તેની વિશેષતા અનુસાર, તે ભારત સહિત વધુ દેશોમાં ફેલાય તેવી શક્યતા છે. જો કે, કેસ કયા સ્તરે વધશે અને રોગની ગંભીરતા વિશે પરિસ્થિતિ સ્પષ્ટ નથી.

આરોગ્ય મંત્રાલયે કહ્યું, "ભારતમાં રસીકરણની ઝડપી ગતિ અને ડેલ્ટા પેટર્નની અસરને જોતાં, આ રોગની ગંભીરતા ઓછી રહેવાની અપેક્ષા છે. જો કે હજુ સુધી વૈજ્ઞાનિક પુરાવા આવ્યા નથી. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરુપ વિશે હંમેશા પૂછવામાં આવતા પ્રશ્નોને લઈ એક યાદી જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે  SARS-CoV-2 ના નવા સ્વરૂપ ઓમિક્રોન પર  હાલની રસીઓ કામ કરતી નથી એવા કોઈ પુરાવા નથી, પરંતુ કેટલાક પરિવર્તનો રસીની અસરકારકતાને ઘટાડી શકે છે. 

દેશમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. જો કે, હવે કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 9 હજાર 216 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 391 લોકો મૃત્યુ પામ્યા હતા. મોટી વાત એ છે કે ઓમિક્રોને દેશમાં દસ્તક આપી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બે લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

અત્યાર સુધીમાં 4 લાખ 70 હજાર 115 લોકોના મોત થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 99 હજાર 976 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 70 હજાર 115 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 3 કરોડ 40 લાખ 45 હજાર 666 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી અટકાયત

IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ

Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો

કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bhavnagar News: ગારીયાધાર તાલુકાના હત્યા કેસમાં નવો વળાંક આવ્યોRajko: દારૂના નશામાં વાહન ચાલકો બેફામ, કેસરી હિન્દ પુલ પર કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયોWeather Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયુંAhmedabad Weather Update: હજુ આગામી 6 દિવસ અગનવર્ષામાં શેકાવા માટે નાગરિકો થઈ જજો તૈયાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી અટકાયત
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી અટકાયત
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
IMD Alert: જાણો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Watch: સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે , જાણો કેમેરામાં શું થયું કેદ?

Aadhaar Offences: ભૂલથી પણ ના કરો આધાર કાર્ડ સંબંધિત આ કામ, જેલની સાથે થઇ શકે છે ભારે દંડ

Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ

Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા

Embed widget