શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં ખેડૂતોનો હલ્લાબોલ, દિલ્હી પોલીસે કેટલાય રસ્તાં બંધ કર્યા, બોર્ડર પર કડક સુરક્ષા ગોઠવાઇ, જાણો વિગતે
નોર્થ જિલ્લાના ડીસીપી એન્ટો એલફોન્સે જણાવ્યુ કે તેને રાત્રે જ હાઇવે પેટ્રૉલિંગ ઉપરાંત જેગુઆર ટીમને પણ તૈનાત કરી દીધી છે. મુખ્ય મુખ્ય પૉઇન્ટ પર ખાસ કરીને જે ફ્લાય ઓવર છે, તેની પાસે પોલીસને ચેકિંગ આખી રાત કરવામાં આવ્યુ હતુ
નવી દિલ્હીઃ દિલ્હીમાં ખેડૂત રેલીને લઇને કરવામાં આવેલી જાહેરાત પર દિલ્હી પોલીસ હાઇ એલર્ટ મૉડમાં આવી ગઇ છે, અને પોત પોતાના જિલ્લાની બોર્ડર પર પોલીસે કડક સુરક્ષા ગોઠવી દીધી છે. ખાસ કરીને ગાડીઓને ચેક કરવામાં આવી રહી છે, જેનાથી ખબર પડી શકે કે તેમાં ભરીને લોકોની ભીડ તો નથી આવી રહી. કાલે બપોર બાદથી પોલીસ કર્મીઓને ડ્યૂટી પર લગાવી દેવામાં આવ્યા છે. એટલુ જ નહીં રાત્રે પણ અલગ અલગ એરિયામાં જિલ્લા પોલીસે ચેકિંગ વધારી દીધુ હતુ.
નોર્થ જિલ્લાના ડીસીપી એન્ટો એલફોન્સે જણાવ્યુ કે તેને રાત્રે જ હાઇવે પેટ્રૉલિંગ ઉપરાંત જેગુઆર ટીમને પણ તૈનાત કરી દીધી છે. મુખ્ય મુખ્ય પૉઇન્ટ પર ખાસ કરીને જે ફ્લાય ઓવર છે, તેની પાસે પોલીસને ચેકિંગ આખી રાત કરવામાં આવ્યુ હતુ.
ખાસ કરીને નોર્થ જિલ્લાના તારા ચોક, લોહેના પુલ, ગીતા કૉલોની ફ્લાય ઓવર, લાલ કિલ્લા ચોક, ઓલ્ડ વઝીરાવાડ બ્રિઝ, સિગનેચર બ્રિઝ, બુરારી, રુપનગર વગેરે મહત્વપૂર્ણ જગ્યાઓ પર પોલીસની તૈનાતી રાત સુધી રહી, એસીપી ઓપરેશન જયપાલ સિંહે રાત્રે મહત્વપૂર્ણ પિકેટ પર તૈનાત પોલીસકર્મીને બ્રીફ કરતા રહ્યાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement