શોધખોળ કરો

Farmers Protest: વિદેશી હસ્તીઓના ટ્વીટ પર ક્રિકેટના ભગવાને કહી આ વાત, જાણો વિગત

વૈશ્વિક હસ્તીઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ દેશની અંદર પણ એક સુરમાં અવાજ ઉઠી રહ્યો છે કે આ મામલો પૂરી રીતે ભારતનો છે અને તેના પર માત્ર ભારતીયોને લોકોને જ બોલવાનો હક હોવો જોઈએ. આ વાતનું સમર્થન ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ કર્યુ છે.

નવી દિલ્હીઃ દિલ્હીની સરહદો પર ખેડૂતો નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવા 70 જેટલા દિવસોથી આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનના સમર્થનમાં હવે વિદેશી કલાકારો પણ ઉતરી આવ્યા છે. ગઈકાલે સિંગર રેહાના, પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ, પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. વૈશ્વિક હસ્તીઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ દેશની અંદર પણ એક સુરમાં અવાજ ઉઠી રહ્યો છે કે આ મામલો પૂરી રીતે ભારતનો છે અને તેના પર માત્ર ભારતીયોને લોકોને જ બોલવાનો હક હોવો જોઈએ. આ વાતનું સમર્થન ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ કર્યુ છે. સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું, ભારતના સાર્વભૌમત્વ સાથે સમજૂતી ન કરી શકાય. બહારના લોકો દર્શકો હોઇ શકે છે સ્પર્ધકો નહીં. ભારતીયો ભારતને જાણે છે અને તે માટે ફેંસલો લઇ શકે છે. આવો એક રાષ્ટ્રના રૂપમા એકજૂટ રહીએ.
વિદેશ મંત્રાલયે નિવેદનમાં શું કહ્યું વિદેશીઓ દ્વારા વિરોધ બાદ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, ભારતની સંસદે ચર્ચા કર્યા પછી કૃષિ ક્ષેત્રને લગતા સુધારાવાદી કાયદા પસાર કર્યા. આ સુધારાએ બજારમાં ખેડૂતોની પહોંચ વધારી અને ખેડૂતોને વધુ રાહત પૂરી પાડી છે. તેમના માટે આર્થિક અને પર્યાવરણીય રીતે ટકાઉ ખેતી માટેનો માર્ગ મોકળો કર્યો હતો. ભારતના કેટલાક ભાગોમાં, ખેડુતોના ખૂબ નાના ભાગમાં આ સુધારાને લગતી કેટલીક સમસ્યાઓ છે. વિરોધીઓની ભાવનાઓને માન આપતા ભારત સરકારે તેમના પ્રતિનિધિઓ સાથે શ્રેણીબદ્ધ વાટાઘાટો શરૂ કરી છે. કેન્દ્રીય પ્રધાનો વાટાઘાટોનો ભાગ રહ્યા છે અને અગિયાર વખત વાટાઘાટો થઈ છે. સરકારે કાયદાઓનું પાલન કરવાની પણ ઓફર કરી છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે,  સ્વાર્થી જૂથોએ આ વિરોધ પ્રદર્શન અંગે તેમનો એજન્ડા અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ કર્યુ ટ્વીટ મિયા ખલીફાએ ઈન્સ્ટા સ્ટોરીમાં ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. જેમાં એક પ્રદર્શનકારીના હાથમાં રહેલા ફોટામાં ખેડૂતોને ન મારો તેમ લખ્યું છે. ફોટોના કેપ્શનમાં લખ્યું છે- ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં ઈન્ટરનેટ કટ દેવામાં આવ્યું, આ શું ચાલી રહ્યું છે. આ ઉપરાંત તેણે ટ્વીટર પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. ખેડૂત આંદોલનના સપોર્ટમાં તેણીએ બે ટ્વીટ કર્યા છે, જેમાં લખ્યું – કયા માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જ્યારે બીજા ટ્વીટમાં હું ખેડૂત સાથે છું તેમ લખ્યું છે. બંને ટ્વીટરમાં તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ કર્યુ છે. ગ્રેટા થર્નબર્ગે શું કહ્યું પર્યાવરણવાદી ગ્રેટાએ ટ્વીટર પર લખ્યું, અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સાથે એકજૂથતાથી ઉભા છીએ. ગ્રેટા થનબર્ગને 2019માં અમેરિકન મેગેઝિન ટાઈમે પર્સન ઓફ ધ યર એવોર્ડ આપ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદને લઇ તે ચર્ચામાં આવી હતી. પોપ સ્ટાર રિહાના પણ કૂદી પડી પોપ સ્ટાર રિહાનાએ મંગળવારે સાંજે ખેડૂતોના પ્રદર્શન સંબંધિત એક ખબર શેર કરી હતી. જે પ્રદર્શન સ્થળની આસપાસ ઈન્ટરનેટ બંધ કરવાને લઈ હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું, આ અંગે કેમ વાતો નથી કરી રહ્યા. આ ઉપરાંત તેણે હેશટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટ પણ લખ્યું હતું. રિહાનાના ટ્વીટ પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત ભડકી હતી.કંગનાએ રિહાને જવાબ આપતાં લખ્યું, આના વિશે કોઈ વાત એટલા માટે નથી કરતુ કારણ કે, આ ખેડૂતો નથી, આતંકવાદી છે, જે ભારતના ટુકડા માગે છે. જેથી ચીન જેવા દેશો આપણા દેશ પર કબ્જો કરી લે અને યુએસએ જેવી ચાઈનીઝો કોલોની બનાવે છે. તુ શાંતિથી બેસી જા બેવકૂફ. અમે લોકો તમારી જેવા બેવકૂફ નથી, જે દેશને વેચે મારે. રાશિફળ 4 ફેબ્રુઆરીઃ આજે આ રાશિના જાતકોને મનમાની કરવી પડી શકે છે મોંઘી, જાણો શું કહે છે તમારું રાશિફળ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Embed widget