શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Farmers Protest: ખેડૂતો સાથેની વધુ એક બેઠક નિષ્ફળ, 19 જાન્યુઆરીએ સરકાર સાથે ફરી કરશે ચર્ચા
પ્રદર્શનકારી ખેડૂતો કેન્દ્ર સરકારને ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર કાયદામાં સંશોધનની વાત કરી રહી છે.
નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે 51મો દિવસ છે. તેની વચ્ચે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. નવમાં તબક્કાની આ બેઠક પણ કોઈ પરિણામ આવ્યું નથી. હવે 19 જાન્યુઆરીએ 12 વાગ્યે ફરી ચર્ચા થશે . આજની બેઠકમાં ખેડૂત કૃષિ કાયદા પરત ખેંચવાના મુદ્દે અડગ રહ્યા હતા.
બેઠક દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત નેતાઓને અપીલ કરી હતી કે તે પોતાના વલણમાં ઢીલાશ રાખે અને સરકારની વાત માને. ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનકારી ખેડૂતો કેન્દ્ર સરકારને ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર કાયદામાં સંશોધનની વાત કરી રહી છે.
તોમરે કહ્યું કે, સરકારે મજબૂત પ્રસ્તાવોને અંતિમ સ્વરૂપ આપવા માટે ખેડૂત યુનિયનોને અનૌપચારિક સમૂહ બનાવવા સૂચન કર્યું છે જેથી ઓપચારિક વાર્તામાં આ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી શકે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના આદેશો પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેમના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. સરકાર આમંત્રિત કરવા પર કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ સમક્ષ પોતાનો પક્ષ મુકશે.
બેઠક બાદ ભારતી કિસાન યુનિયનના પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે સરકાર સાથે જ વાત કરીશું. અમારી પાસે બે જ મુદ્દા છે , કૃષિના ત્રણેય કાયદા પરત લેવામાં આવે અને MSP પર વાત કરો. અમે કોર્ટની કમિટી પાસે નહીં જઈએ. અમે સરકાર સાથે જ વાતચીત કરીશું. ” એક અન્ય નેતાએ કહ્યું કે, કોઈ સમાધાન નથી આવ્યું. ના તો કૃષિ કાયદા પર, ના તો MSP પર.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીએ ત્રણેય નવા કૃષિ કાયદાના અમલ પર લગાવી દીધી હતી. સાથે જ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે ચાર સભ્યોની કમિટિની ચરના કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion