શોધખોળ કરો
Advertisement
ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનને લઈ કરી મોટી વાત, કહ્યું- કોરોનાનો પ્રકોપ હજુ વધશે, ડરવાની જરૂર નથી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, કોરોના વાયરસ સામે લડાઈ હવે મુશ્કેલ થઈ રહી છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન 4 ચાલી રહ્યું છે. મહારષ્ટ્ર આ જીવલેણ બીમારીથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. રાજ્યમાં કોરોના સંક્ટ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ચોમાસાની સીઝન આવી રહી છે તેથી તે સંબંધિત બીમારીઓ પણ થશે. આપણે વધારે સાવધાની રાખવાની જરૂર છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, કોરોના વાયરસ સામે લડાઈ હવે કઠિન થઈ રહી છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. કારણકે અમે વધારાની સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે તૈયાર છીએ. રવિવારે જનતાને સંબોધતા ઠાકરેએ કહ્યું, લોકડાઉનમાં હજુ પણ તમામ લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા. પહેલા જ કહેવામાં આવ્યું હતું કે મેના અંત સુધીમાં મહારાષ્ટ્રમાં દોઢ લાખ સુધી કોરોના દર્દીનો આંકડો પહોંચી શકે છે. પરંતુ આપણે તેને કાબૂ કરી શક્યા અને વધવા ન દીધો. તમામ લોકો કોરોનાનો મુકાબલો કરી રહ્યા છે. આગામી દિવસોમાં કોરોનાના વધુ દર્દી આવશે પરંતુ ડરવાની જરૂર નથી.
શું 31 મેથી લોકડાઉન હટાવી લેવાશે? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું જવાબ દેવો સરળ નથી. થિયેટર, નાટય ગૃહ અને શૂટિંગ કરતા લોકો સાથે વાતચીત ચાલી રહી છે જેના પર જલદી ફેંસલો લેવામાં આવી શકે છે. રમતથી લઈ મનોરંજન સુધીના મામલા પર જલદી ફેંસલો લેવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, અમે ખેડૂતોની પણ ચિંતા કરી રહ્યા છીએ. ખાસ કરીને કપાસને લઈ અને આ કામ કરતી વખતે સૌથી પહેલા તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion