શોધખોળ કરો
Advertisement
CAAના સમર્થનમાં રેલી દરમિયાન મહિલા સાથે ખરાબ વર્તન, બંગાળના BJP અધ્યક્ષ વિરુદ્ધ કેસ દાખલ
ઘોષે કહ્યું કે, તેમને પોતાના નસીબનો આભાર માનવો જોઇએ કે કાંઇ બીજું થયું નથી. તેમની આ ટિપ્પણીની વિપક્ષે ટીકા કરી હતી.
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ વિરુદ્ધ ગુરુવારે એક મહિલાના આરોપો બાદ આઇપીસીની કલમ 354એ, 509, 506, 34 હેઠળ પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. નોંધનીય છે કે મહિલાએ દિલીપ ઘોષની રેલી દરમિયાન ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અગાઉ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આયોજીત રેલી દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ દ્ધારા એક મહિલા પ્રદર્શનકારી સાથે ખરાબ વર્તન કરવા પર ઘોષે કહ્યું કે, તેમને પોતાના નસીબનો આભાર માનવો જોઇએ કે કાંઇ બીજું થયું નથી. તેમની આ ટિપ્પણીની વિપક્ષે ટીકા કરી હતી.
ભાજપે દક્ષિણ કોલકત્તાના પતુલીથી બાગ જતીન વિસ્તાર સુધી સીએએના સમર્થનમાં રેલી આયોજીત કરી હતી. જેનુ નેતૃત્વ દિલીપ ઘોષ કરી રહ્યા હતા. રેલી દરમિયાન એક મહિલા સીએએ અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં થયેલા ફાયરિંગના વિરોધમાં પ્રદર્શન કરી રહી હતી. ભાજપ સમર્થકોએ તેની પાસેથી પોસ્ટર છીનવી લીધુ હતું અને ખરાબ વર્તન કર્યું હતું.West Bengal: FIR registered against BJP leader Dilip Ghosh under sections 354A, 509, 506, 34 of the Indian Penal Code in Patuli Police Station by a woman alleging that she was heckled yesterday in Ghosh's rally. (file pic) pic.twitter.com/gF5av7MgD3
— ANI (@ANI) January 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement