Heavy Rains: વરસાદ-ભૂસ્ખલનથી પાંચ રાજ્યોમાં તબાહી, જમ્મુ કાશ્મીરમાં 41નાં મોત, પંજાબમાં એલર્ટ
Heavy Rains:દેશના પાંચ રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ સર્જાયો છે. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 41 પર પહોંચી ગયો છે

Heavy Rains: દેશના પાંચ રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ સર્જાયો છે. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 41 પર પહોંચી ગયો છે. હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે 10 જિલ્લાઓમાં 584 રસ્તા બંધ છે. પંજાબની શાળાઓમાં 30 ઓગસ્ટ સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના 17 જિલ્લાઓના 688 ગામો પૂરથી પ્રભાવિત છે. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ અને અચાનક પૂરને કારણે પાંચ લોકોના મોત થયા છે.
#WATCH | Uttar Pradesh: The water level of River Ganga rises following heavy rainfall in Varanasi. Visuals from Namo Ghat pic.twitter.com/5tmagEXEP5
— ANI (@ANI) August 28, 2025
જમ્મુ-કાશ્મીરમાં બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે વિનાશ સર્જાયો છે. છેલ્લા 48 કલાકમાં મૃત્યુઆંક 41 પર પહોંચી ગયો છે, જેમાંથી 34 લોકો વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં ફસાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને મહારાષ્ટ્રના લોકોનો સમાવેશ થાય છે. જમ્મુમાં 24 કલાકમાં 380 મીમી વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અનંતનાગ અને શ્રીનગરમાં ઝેલમ નદીએ ચેતવણીનું સ્તર વટાવી દીધું છે, જેના કારણે ઘણા રહેણાંક અને વાણિજ્યિક વિસ્તારો ડૂબી ગયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 10,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
#WATCH | Jammu and Kashmir: A portion of the road along the fourth Tawi bridge has been washed away in the floods following incessant heavy rainfall. pic.twitter.com/wSWqShz14m
— ANI (@ANI) August 28, 2025
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ
ભારે વરસાદને કારણે પુલ, રસ્તા અને રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે, જ્યારે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ઉત્તર રેલવે 58 ટ્રેનો રદ કરી છે અને 64 ટ્રેનોને અધવચ્ચે જ રોકવી પડી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને કહ્યું છે કે રાહત કાર્ય ઝડપી બનાવવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં નદીઓ હજુ પણ ભયના નિશાનથી ઉપર વહી રહી છે.
#WATCH | Himachal Pradesh: Chandigarh-Manali Highway closed due to landslide in Banala, amid heavy rainfall in the area. Restoration work is underway. pic.twitter.com/elKC3OStQq
— ANI (@ANI) August 28, 2025
બંગાળની ખાડીમાં ઓછા દબાણને કારણે સતત વરસાદને કારણે ઓડિશામાં જનજીવન ખોરવાઈ ગયું છે. દક્ષિણ ભારતમાં, કર્ણાટક અને તેલંગણાના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. તેલંગણામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન છે, જ્યારે બેંગલુરુ સહિત કર્ણાટકના વિવિધ ભાગોમાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
#WATCH | Yamuna river swells and flows above the danger mark in Delhi.
— ANI (@ANI) August 28, 2025
Drone visuals from Loha Pul. pic.twitter.com/ePoDkHZY8v
દિલ્હીમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર
આ વખતે ઓગસ્ટ મહિનામાં દિલ્હીમાં રેકોર્ડ વરસાદ પડ્યો છે. સામાન્ય કરતાં 60 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં યમુનાનું પાણીનું સ્તર 205.35 મીટર પર પહોંચી ગયું હતું, જે ખતરાના નિશાનથી ઉપર છે.
હિમાચલ પ્રદેશના 10 જિલ્લાઓમાં 584 રસ્તા બંધ
વરસાદ અને નુકસાન થયેલા રસ્તાઓને કારણે મણિમહેશ યાત્રા મુલતવી રાખવામાં આવી છે. ચંબામાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. અત્યાર સુધીમાં NDRF દ્વારા 3,269 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. રાજ્યના 12 માંથી 10 જિલ્લામાં કુલ 584 રસ્તા બંધ છે. બિયાસ નદીના પૂરથી મનાલીમાં ભારે વિનાશ થયો છે અને મોબાઇલ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે.
પંજાબમાં વરસાદે તબાહી મચાવી છે
સતત વરસાદને કારણે પંજાબમાં પૂરની સ્થિતિ ગંભીર છે. NDRF અને સેના બચાવ કાર્યમાં રોકાયેલા છે. પઠાણકોટના માધોપુર બેરેજ પર તૈનાત 60 અધિકારીઓને વાયુસેના દ્વારા હવાઈ માર્ગે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ગુરદાસપુર જિલ્લાના જવાહર નવોદય વિદ્યાલયમાં ફસાયેલા 381 વિદ્યાર્થીઓ અને 70 શિક્ષકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 27 થી 30 ઓગસ્ટ સુધી શાળાઓમાં રજા જાહેર કરી છે. પંજાબમાં આગામી 24 કલાક માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
પ્રયાગરાજમાં ગંગા ભયજનક સપાટીથી ઉપર
પ્રયાગરાજમાં ગંગા-યમુનાનું પાણીનું સ્તર ભયજનક સપાટીથી નજીક પહોંચી ગયું છે. 17 જિલ્લાઓના 688 ગામો પ્રભાવિત છે. અત્યાર સુધીમાં 2.45 લાખથી વધુ લોકો અને 30,000 પશુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
છત્તીસગઢના બસ્તરમાં પાંચ લોકોના મોત
બસ્તર ક્ષેત્રના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ અને અચાનક પૂરને કારણે પાંચ લોકોના મોત થયા છે. 2,000 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સેંકડો ઘરોને નુકસાન થયું છે.
તેલંગણા અને કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા
તેલંગણાના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. દિવાલ ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું છે. કર્ણાટકના બેંગલુરુ સહિત અનેક સ્થળોએ ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ થયો છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. એકંદરે, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી વરસાદ અને પૂરને કારણે સમગ્ર દેશમાં સામાન્ય જનજીવન પર ખરાબ અસર પડી છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.




















