યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં પ્રથમ વખત રશિયાની આર્મીએ કરી મદદ, 3 ભારતીયોને બચાવ્યા
પૂર્વીય સરહદ અને રશિયા દ્વારા ભારતીયો લોકોને બહાર કાઢવાનો આ પ્રથમ કિસ્સો છે.
રશિયા દ્વારા કબજે કરવામાં આવેલા દક્ષિણ યુક્રેનિયન શહેર ખેરસનમાં ફસાયેલા ત્રણ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. યુદ્ધ શરૂ થયા પછી આ પ્રથમ ઘટના છે જેમાં રશિયન સૈન્યની મદદથી કોઈ ભારતીયને બહાર કાઢવામાં આવ્યા હોય.
મોસ્કોમાં ભારતીય દૂતાવાસે સિમ્ફેરોપોલ (ક્રિમીઆ) અને મોસ્કો મારફતે આ ત્રણ ભારતીયો - એક વિદ્યાર્થી અને બે ઉદ્યોગપતિઓને - બહાર કાઢવામાં મદદ કરી છે.
મોસ્કોમાં દૂતાવાસના એક રાજદ્વારીએ મંગળવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે સિમ્ફેરોપોલ સુધી બસોના કાફલાના બોર્ડિંગની સુવિધા આપી અને પછી તેઓને ટ્રેન દ્વારા મોસ્કો આવવામાં મદદ કરી ત્યાર બાદ તેઓ મંગળવારે તેમની ફ્લાઈટમાં બેસ્યા હતા. એક વિદ્યાર્થી ચેન્નાઈ જઈ રહ્યો હતો. બે ઉદ્યોગપતિઓ હતા જેઓ અમદાવાદ તરફ જઈ રહ્યા છે.”
આ પહેલીવાર છે જ્યારે રશિયન સેનાએ યુક્રેનના પ્રદેશમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરી છે. 22,000 થી વધુ ભારતીયો કે જેમાંથી 17,000 થી વધુને ભારત સરકાર દ્વારા ગોઠવવામાં આવેલી વિશેષ ફ્લાઇટ્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ગયા સપ્તાહે જાન્યુઆરીથી યુક્રેન છોડવામાં સફળ થયા હતા.
યુક્રેન અને રશિયા બંને યુદ્ધવિરામની તેમની પ્રતિબદ્ધતાનું પાલન કરે છે જેના કારણે આ લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે.
જોકે મોટા ભાગના ભારતીયો પશ્ચિમ સરહદોથી - પોલેન્ડ, હંગેરી, રોમાનિયા અને સ્લોવાક રિપબ્લિક થઈને નીકળ્યા હતા.
પૂર્વીય સરહદ અને રશિયા દ્વારા ભારતીયો લોકોને બહાર કાઢવાનો આ પ્રથમ કિસ્સો છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના એક ટોચના અધિકારીએ કહ્યું છે કે તેના સૈનિકોએ ખેરસનના સમગ્ર ક્ષેત્ર પર નિયંત્રણ મેળવી લીધું છે, તે જ નામના પ્રદેશની રાજધાની 3 માર્ચે કબજે કરવામાં આવ્યો હતો.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓપરેશન ગંગા સાથે સંકળાયેલા હિતધારકો સાથે વાતચીત કરી.
યુક્રેન, પોલેન્ડ, સ્લોવાકિયા, રોમાનિયા અને હંગેરીમાં ભારતીય સમુદાય અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓએ સ્થળાંતર કામગીરીનો ભાગ બનવાના તેમના અનુભવો વર્ણવ્યા અને યોગદાન આપવા બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી.
વડાપ્રધાને ભારતીય સમુદાયના નેતાઓ, સ્વયંસેવક જૂથો, કંપનીઓ, ખાનગી વ્યક્તિઓ અને સરકારી અધિકારીઓ માટે પ્રશંસા વ્યક્ત કરી જેમણે ઓપરેશનની સફળતા માટે કામ કર્યું.