IRCTC ને ભુલી જાઓ, Indian Railways લાવી રહ્યું છે ઓલ-ઇન-વન એપ, એકજ જગ્યાએ મળશે આટલી બધી ફેસિલિટી
Indian Railways New App: આ એપ IRCTC સાથે જોડાશે અને મુસાફરોને વધુ સારી સેવાઓ આપશે
Indian Railways New App: રેલવે મંત્રાલય એક નવી મોબાઈલ એપ તૈયાર કરી રહ્યું છે. આની મદદથી યૂઝર્સ અનરિઝર્વ્ડ ટ્રેનની ટિકિટ બુક કરી શકશે, ફરિયાદ નોંધાવી શકશે અને ટ્રેનને ટ્રેક કરી શકશે. આ એપ ‘ઓલ ઇન વન’ નામથી ડેવલપ કરવામાં આવી રહી છે, જેને સેન્ટર ફૉર રેલવે ઇન્ફૉર્મેશન સિસ્ટમ્સ (CRIS) દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
રેલવેની નવી એપમાં શું હશે ખાસ ?
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ એપ મુસાફરો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે ટિકિટ બુકિંગ, ટ્રેન સ્ટેટસ ચેકિંગ અને અન્ય ઘણી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ એપ IRCTC સાથે જોડાશે અને મુસાફરોને વધુ સારી સેવાઓ આપશે. આ એપ લૉન્ચ થયા બાદ ટ્રેનની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવાનો ઉદ્દેશ્ય છે.
નવી એપનો ઉદેશ્ય અને લાભ શું છે ?
નવી એપને સેન્ટર ફૉર રેલવે ઇન્ફૉર્મેશન સિસ્ટમ્સ (CRIS) દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ પૂરી પાડવાનો અને તેમની મુસાફરીને વધુ આરામદાયક બનાવવાનો છે. આ ઉપરાંત ભારતીય રેલ્વેની કમાણી વધારવા માટે પણ આ એક વ્યૂહાત્મક પગલું છે.
રેલવેની નવી એપ ક્યારે થશે લૉન્ચ ?
રેલવેની નવી સુપર એપ ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે. મુસાફરો આ નવી એપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રેલ્વે મંત્રાલય ટૂંક સમયમાં તેને શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેનાથી ટ્રેન મુસાફરીના અનુભવમાં સુધારો થશે.
IRCTC પર ઓનલાઈન ટિકિટ બુકિંગની રીત શું છે ?
તમારે IRCTC વેબસાઇટ અથવા એપ પર તમારા એકાઉન્ટમાં લૉગીન કરવું પડશે.
બૉર્ડિંગ સ્ટેશન, ડેસ્ટિનેશન મુસાફરીની તારીખ અને ક્લાસ પસંદ કરો
માહિતી અને મુસાફરોની સંખ્યા દાખલ કરવી
ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI દ્વારા ચૂકવણી કરવાની રહેશે
કન્ફર્મ થયા બાદ ટિકિટ ડાઉનલૉડ કરવાની રહેશે.
આ પણ વાંચો
TRENDING: 2025માં પૃથ્વીવાસીઓ એલિયનના સંપર્કમાં આવશે ? બાબા વેન્ગાની આ ભવિષ્યવાણીઓ ચર્ચામાં...