શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તરૂણ ગોગોઈનું નિધન
આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું 86 વર્ષની વયે નિધન થયું છે.
આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું 86 વર્ષની વયે નિધન થયું છે. તરૂણ ગોગોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સોમવારે સાંજે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
તેમણે પાંચ વાગ્યે 34 મિનિટ પર ગુવાહાટી મેડિકલ કૉલેજમાં અંતિમ શ્વાસ લીધા હતા. આસામના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા 84 વર્ષના ગોગોઈને બે નવેમ્બરને જીએમસીએસમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શનિવારે તબિયત બગડવાના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગોગોઈ 25 ઓગસ્ટના કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેના આગળના દિવસે તેમને જીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં 25 ઓક્ટોબરે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તરૂણ ગોગોઈના નિધનથી રાજકીય જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ તરૂણ ગોગોઈના નિધન પર ટ્વિટ કરતા કહ્યું- તરૂણ ગોગોઈ એક સાચા કૉંગ્રેસી નેતા હતા. તેમણે તમામ લોકો અને આસામના સમાજના લોકોને એક સાથે લાવવામાં પૂરી જિંદગી સમર્પિત કરી દિધી. મારા માટે તેઓ એક મહાન નેતા અને બુદ્ધિમાન શિક્ષક હતા. હું તેમને પ્રેમ અને આદર કરુ છું. હું તેમને યાદ કરીશ. મારો પ્રેમ અને સહાનુભૂતિ તેમના પરિવાર પ્રત્યે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion