શોધખોળ કરો

e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

આવકવેરા વિભાગની આ શાનદાર સુવિધાથી હવે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી. જાણો કોણ અરજી કરી શકે છે અને ઓનલાઈન ઇન્સ્ટન્ટ e-PAN જનરેટ કરવાના સરળ સ્ટેપ્સ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આધાર કાર્ડ દ્વારા મફતમાં તત્કાળ e-PAN ઘરેથી મેળવો.
  • પ્રથમ PAN અરજદારો, માન્ય આધાર-મોબાઈલ લિંક ફરજિયાત છે.
  • આવકવેરાની વેબસાઈટ પર OTP દ્વારા અરજી કરી શકાય છે.
  • આ સેવા સંપૂર્ણપણે મફત છે, કોઈ દસ્તાવેજ જોઈતા નથી.

Instant e-PAN Card Free: જો તમારે તાત્કાલિક PAN કાર્ડની જરૂર છે અને તેના માટે સરકારી ઓફિસોના ધક્કા નથી ખાવા, તો આ માહિતી તમારા માટે જ છે. હવે તમે તમારા આધાર કાર્ડની મદદથી ઘરે બેઠા જ બિલકુલ મફતમાં તમારું e-PAN જનરેટ કરી શકો છો. આવકવેરા વિભાગ (Income Tax Department) ની આ ઇન્સ્ટન્ટ e-PAN સર્વિસથી પાત્રતા ધરાવતા લોકોનું કામ એકદમ સરળ બની ગયું છે. આ સેવા માટે તમારે કોઈ જ ફી ચૂકવવાની નથી કે કોઈ લાંબા ભૌતિક ફોર્મ ભરવાની પણ જરૂર નથી.

કોણ મેળવી શકે છે આ ઇન્સ્ટન્ટ e-PAN?

એક વાત ધ્યાનમાં રાખવી કે દરેક વ્યક્તિ આ સુવિધાનો લાભ નથી લઈ શકતી. આવકવેરા વિભાગની ગાઈડલાઈન મુજબ કેટલીક શરતો પૂરી કરવી ફરજિયાત છે:

તમને અગાઉ ક્યારેય PAN કાર્ડ ઈશ્યુ થયેલું ન હોવું જોઈએ (એટલે કે આ તમારું પહેલું PAN કાર્ડ હોવું જોઈએ).

તમારી પાસે એક માન્ય (Valid) આધાર કાર્ડ હોવું જરૂરી છે.

તમારા આધાર કાર્ડ સાથે તમારો ચાલુ મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.

અરજી કરનાર વ્યક્તિ સગીર ન હોવી જોઈએ.

અરજદાર આવકવેરા કાયદા હેઠળ પ્રતિનિધિ કરદાતા (Representative Assessee) ની કેટેગરીમાં ન આવતો હોવો જોઈએ.

ખાસ નોંધ: જો તમારી પાસે પહેલાથી જ PAN કાર્ડ હતું પણ તે ખોવાઈ ગયું છે, તો તમે આ ઓનલાઈન સુવિધાથી નવું e-PAN નહીં બનાવી શકો. ખોવાયેલા PAN કાર્ડ માટે તમારે અલગ પ્રોસેસ ફોલો કરવી પડશે.

આધારથી e-PAN બનાવવાના સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ:

ચાલો હવે સમજીએ કે આના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

સૌથી પહેલા આવકવેરા વિભાગની સત્તાવાર e-Filing વેબસાઇટ પર જાઓ અને ત્યાં 'Instant e-PAN' સર્વિસનો વિકલ્પ પસંદ કરો.

હવે નવા પેજ પર દેખાતા 'Get New e-PAN' ઓપ્શન પર ક્લિક કરો.

ત્યારબાદ તમારો 12 આંકડાનો આધાર નંબર એન્ટર કરો અને આગળ વધો.

હવે તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તે દાખલ કરીને વેરિફિકેશન પૂરું કરો.

સ્ક્રીન પર તમારી આધારની વિગતો દેખાશે, તેને બરાબર ચેક કરી લો અને જરૂરી સંમતિ (Consent) આપો.

તમારી રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી, તમને એક એકનોલેજમેન્ટ આઈડી (Acknowledgement ID) મળશે. તેને સાચવીને રાખો. આ ID તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા પણ મોકલવામાં આવે છે.

થોડા સમય પછી જ્યારે તમારું e-PAN તૈયાર થઈ જશે, ત્યારે તમે આ જ સર્વિસ પોર્ટલ પરથી તેનું સ્ટેટસ ચેક કરી શકશો અને તમારું e-PAN ડાઉનલોડ પણ કરી શકશો.

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી બદલાશે PAN Card ના નિયમો: હવે નવું પાન કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું નથી!

e-PAN માટે કોઈ જ ચાર્જ નથી

આ ઇન્સ્ટન્ટ e-PAN સેવાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે મફત છે. તમે તેના માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને તેના માટે કોઈ પણ પ્રકારના કાગળિયાં જમા કરાવવાની જરૂર રહેતી નથી.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

ફોર્મ ભરતા પહેલા એ વાતની ખાતરી કરી લેવી કે તમારા આધાર કાર્ડમાં તમારી બધી જ જરૂરી વિગતો અને KYC બિલકુલ સાચા અને અપડેટ કરેલા હોય. જો કોઈ કારણસર તમારી e-PAN બનાવવાની વિનંતી નકારી કાઢવામાં આવે (રિજેક્ટ થાય), તો ગભરાવાની જરૂર નથી. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આવા કિસ્સામાં તમે Protean અથવા UTIITSL પોર્ટલ દ્વારા સામાન્ય રીતે PAN કાર્ડ માટે અરજી કરી શકો છો.

આ પણ વાંચોઃ શું તમારું PAN Card કાલે બંધ થઈ જશે ? 1 મિનિટમાં સ્ટેટસ ચેક કરો, આજે છેલ્લી ડેડલાઈન

Frequently Asked Questions

ઇન્સ્ટન્ટ e-PAN મેળવવા માટેની પાત્રતા શું છે?

તમને અગાઉ PAN કાર્ડ ઇશ્યુ થયેલું ન હોવું જોઈએ અને તમારી પાસે આધાર સાથે લિંક મોબાઇલ નંબર હોવો જરૂરી છે. અરજદાર સગીર ન હોવો જોઈએ અને પ્રતિનિધિ કરદાતાની કેટેગરીમાં ન આવતો હોવો જોઈએ.

ઇન્સ્ટન્ટ e-PAN બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે?

આ ઇન્સ્ટન્ટ e-PAN સેવા સંપૂર્ણપણે મફત છે. તેના માટે કોઈ જ ફી ચૂકવવાની નથી કે કોઈ લાંબા ભૌતિક ફોર્મ ભરવાની જરૂર નથી.

જો મારું PAN કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું હું ઇન્સ્ટન્ટ e-PAN બનાવી શકું?

ના, જો તમારી પાસે પહેલાથી જ PAN કાર્ડ હતું અને તે ખોવાઈ ગયું હોય, તો તમે આ ઓનલાઈન સુવિધાથી નવું e-PAN નહીં બનાવી શકો. ખોવાયેલા PAN કાર્ડ માટે તમારે અલગ પ્રક્રિયા કરવી પડશે.

ઇન્સ્ટન્ટ e-PAN માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આવકવેરા વિભાગની e-Filing વેબસાઇટ પર 'Instant e-PAN' વિકલ્પ પસંદ કરો. આધાર નંબર અને OTP દ્વારા વેરિફિકેશન કરી અરજી સબમિટ કરો.

Advertisement

ટોપ સ્ટોરી

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Embed widget