શોધખોળ કરો

શું તમારું PAN Card કાલે બંધ થઈ જશે ? 1 મિનિટમાં સ્ટેટસ ચેક કરો, આજે છેલ્લી ડેડલાઈન

PAN Aadhaar link deadline today: નવા વર્ષમાં આર્થિક નુકસાનથી બચવું હોય તો આજે જ પતાવી લો આ કામ, 1 જાન્યુઆરી, 2026 થી PAN કાર્ડ થઈ જશે 'નકામું'.

PAN Aadhaar link deadline today: આજે 2025 ના વર્ષનો અંતિમ દિવસ છે અને તેની સાથે જ કરદાતાઓ માટે એક મહત્વની સમયમર્યાદા (Deadline) પણ પૂર્ણ થઈ રહી છે. જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક (PAN-Aadhaar Link) નથી કરાવ્યું, તો તમારી પાસે આજે રાત સુધીનો જ સમય છે. આવકવેરા વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે 31 ડિસેમ્બર પછી કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં. જો આ કામ આજે પૂરું નહીં થાય તો નવા વર્ષની પહેલી તારીખે મુસીબતોનો પહાડ તૂટી પડી શકે છે.

1 જાન્યુઆરી, 2026 થી શું થશે નુકસાન?

જો તમારું પાન કાર્ડ 31 ડિસેમ્બર સુધીમાં લિંક નહીં થાય, તો 1 જાન્યુઆરી, 2026 થી તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN 'નિષ્ક્રિય' (Inoperative) થઈ જશે. તેનો અર્થ એ નથી કે કાર્ડ રદ થશે, પરંતુ તે કોઈપણ નાણાકીય વ્યવહાર માટે નકામું બની જશે. તેના કારણે નીચે મુજબની ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે:

પગાર અને રિફંડ પર બ્રેક: ઘણી કંપનીઓ નિષ્ક્રિય પાન કાર્ડ ધરાવતા કર્મચારીઓના પગાર (Salary Credit) અટકાવી શકે છે. ઉપરાંત, જો તમારું ઈન્કમ ટેક્સ રિફંડ (Tax Refund) બાકી હશે, તો તે જમા નહીં થાય.

ITR ફાઈલિંગમાં મુશ્કેલી: તમે આવકવેરા રિટર્ન (ITR Filing) યોગ્ય રીતે ફાઈલ નહીં કરી શકો, કારણ કે સિસ્ટમ તમારા પાનને અમાન્ય ગણશે.

TDS અને આર્થિક નુકસાન: નિષ્ક્રિય પાનને કારણે બેંકો અને અન્ય સંસ્થાઓ તમારા વ્યાજ કે ડિવિડન્ડ પર ડબલ અથવા ઊંચા દરે ટીડીએસ (TDS Deduction) કાપશે, જે સીધું તમારા ખિસ્સા પર અસર કરશે.

બેંકિંગ અને લોન: નવું બેંક એકાઉન્ટ ખોલવું, KYC અપડેટ કરવું કે લોન (Loan) અને ક્રેડિટ કાર્ડ મેળવવું લગભગ અશક્ય બની જશે.

રોકાણ પર અસર: શેરબજારમાં ટ્રેડિંગ (Trading) અને મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds) માં SIP ચાલુ રાખવામાં અવરોધ આવશે.

શા માટે લિંક કરવું ફરજિયાત છે?

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય કર પ્રણાલી (Tax System) ને પારદર્શક બનાવવાનો છે. આધાર સાથે લિંક થવાથી એક વ્યક્તિ પાસે એક જ પાન કાર્ડ રહેશે, જેથી કરચોરી અટકાવી શકાશે. આ નિયમ નોકરિયાત, વેપારી અને રોકાણકારો સૌને લાગુ પડે છે.

ઓનલાઈન લિંક કરવાની સરળ પ્રોસેસ (Online Process)

જો તમે હજુ બાકી હોવ, તો ગભરાશો નહીં. આ પ્રક્રિયા ઘરેબેઠા ઓનલાઈન થઈ શકે છે:

આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ (E-filing) વેબસાઈટ પર જાઓ.

તમારા આઈડી-પાસવર્ડથી લોગીન કરો.

પ્રોફાઈલ સેક્શનમાં 'Link Aadhaar' વિકલ્પ પસંદ કરો.

તમારો પાન અને આધાર નંબર નાખો.

1,000 રૂપિયાની પેનલ્ટી ફી 'e-Pay Tax' દ્વારા ચૂકવો.

ફી ભર્યા બાદ ફરીથી લિંક આધાર સેક્શનમાં જઈને પ્રોસેસ કન્ફર્મ કરો.

સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે તેમનું કાર્ડ લિંક છે કે નહીં. આ માટે તમે ઈ-ફાઈલિંગ પોર્ટલના હોમપેજ પર 'Link Aadhaar Status' વિકલ્પ પર ક્લિક કરીને માત્ર 1 મિનિટમાં જાણી શકો છો.

ટોપ સ્ટોરી

શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
FD કરાવનારાઓ માટે ખુશખબર! બેંકે વધાર્યા વ્યાજદર, વરિષ્ઠ નાગરિકોને મળશે મોટો ફાયદો
FD કરાવનારાઓ માટે ખુશખબર! બેંકે વધાર્યા વ્યાજદર, વરિષ્ઠ નાગરિકોને મળશે મોટો ફાયદો
આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ખરીદી પહેલાં વાંચો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો નવો રિપોર્ટ
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું
Market Trend: ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, 5 દિવસમાં સોનું 7,150 મોંઘું થયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
અમિતાભ બચ્ચનની તબિયત લથડી, 1 અઠવાડિયા માટે રોકવામાં આવ્યું KBC નું શૂટિંગ
Embed widget