શોધખોળ કરો

1 એપ્રિલથી બદલાશે PAN Card ના નિયમો: હવે નવું પાન કાર્ડ કઢાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું નથી!

1 એપ્રિલ 2026 થી નવા નિયમો લાગુ થશે; પાન કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્ર કે વોટર આઈડી જેવા વધારાના ડોક્યુમેન્ટ્સ આપવા પડશે અને નવા ફોર્મ પણ ભરવા પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 1 એપ્રિલ, 2026 થી પાન કાર્ડ નિયમોમાં ફેરફાર થશે.
  • આધાર કાર્ડ ઉપરાંત ઓળખ અને જન્મતારીખના પુરાવા જરૂરી.
  • નવા ફોર્મ ફરજિયાત બનશે, જૂના ફોર્મ માન્ય નહીં.
  • પાન કાર્ડ અરજીમાં આધાર સાથે માહિતી મેચ થવી જોઈએ.

જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ નવું પાન કાર્ડ (PAN Card) કઢાવવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી 1 એપ્રિલ, 2026 થી પાન કાર્ડ બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી માત્ર આધાર કાર્ડ આપીને સરળતાથી પાન કાર્ડ બની જતું હતું, પરંતુ નવા નિયમો લાગુ થયા બાદ આટલું પૂરતું નહીં રહે. અરજદારોએ આધાર કાર્ડની સાથે સાથે ઓળખ અને જન્મતારીખના પુરાવા માટે વધારાના ડોક્યુમેન્ટ્સ પણ આપવા પડશે. એટલું જ નહીં, સરકાર આ માટે નવા ફોર્મ પણ ફરજિયાત કરી રહી છે. ભવિષ્યમાં કોઈ ધક્કા ન ખાવા પડે તે માટે આ નવા નિયમો વિશે અગાઉથી જ જાણી લેવું જરૂરી છે.

શું છે નવો નિયમ અને ક્યારથી લાગુ થશે?

હાલની વાત કરીએ તો, 31 માર્ચ, 2026 સુધી તમે માત્ર તમારા આધાર કાર્ડની મદદથી ખૂબ જ આસાનીથી પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. અત્યારે કોઈ વધારાના કાગળિયાં આપવાની જરૂર પડતી નથી. પણ 1 એપ્રિલ, 2026 થી આ પ્રક્રિયા કડક થવા જઈ રહી છે. નવા નિયમો અમલમાં આવ્યા પછી માત્ર આધાર કાર્ડ બતાવીને પાન કાર્ડ મેળવવું શક્ય નહીં બને. તમારે વધારાના ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા પડશે, જેના કારણે પ્રક્રિયા પહેલા કરતા થોડી લાંબી થઈ શકે છે.

આધાર સિવાય બીજા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

નવા નિયમો મુજબ, પાન કાર્ડ માટે અરજી કરતી વખતે અરજદારોએ પોતાની ઓળખ અને જન્મતારીખ સાબિત કરવા માટે વધારાના સરકારી દસ્તાવેજો આપવા પડશે. આ ડોક્યુમેન્ટ્સના લિસ્ટમાં નીચેની વસ્તુઓ સામેલ થઈ શકે છે:

જન્મનો દાખલો (Birth Certificate)

ચૂંટણી કાર્ડ (Voter ID)

પાસપોર્ટ (Passport)

ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License)

ધોરણ 10 ની માર્કશીટ અથવા સર્ટિફિકેટ

અન્ય માન્ય સરકારી દસ્તાવેજો

સરકારનો આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ પાન કાર્ડની પ્રક્રિયાને ગેરરીતિથી બચાવવાનો અને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

આધાર સાથે બધી માહિતી મેચ થવી જરૂરી

એક ખાસ વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે નવા નિયમો હેઠળ, તમે પાન કાર્ડ માટે જે માહિતી ફોર્મમાં ભરો છો તે તમારા આધાર કાર્ડ સાથે સંપૂર્ણપણે મેચ થવી જોઈએ. એટલે કે, જો આધાર કાર્ડમાં નામ કે જન્મ તારીખમાં ભૂલ હશે તો પાન કાર્ડની અરજી અટકી શકે છે. આથી, અરજી કરતા પહેલા એ ચેક કરી લેવું કે તમારા આધાર કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ અને અન્ય વિગતો એકદમ સાચી અને અપડેટ કરેલી હોય.

નવા અરજી ફોર્મ થશે ફરજિયાત

સરકાર 1 એપ્રિલ, 2026 થી પાન કાર્ડ માટેના નવા અરજી ફોર્મ પણ લાગુ કરી રહી છે. 1 એપ્રિલ પછી જૂના ફોર્મ માન્ય રહેશે નહીં. તેથી, પાન કાર્ડ કઢાવવા કે સુધારવા સંબંધિત કોઈ પણ કામ હવે ફક્ત આ નવા ફોર્મ દ્વારા જ કરી શકાશે.

Frequently Asked Questions

1 એપ્રિલ, 2026 થી પાન કાર્ડ બનાવવાના નિયમોમાં શું ફેરફાર થશે?

1 એપ્રિલ, 2026 થી પાન કાર્ડ બનાવવા માટે માત્ર આધાર કાર્ડ પૂરતું નથી. તમારે ઓળખ અને જન્મતારીખના પુરાવા માટે વધારાના દસ્તાવેજો પણ આપવા પડશે.

પાન કાર્ડ માટે આધાર સિવાય બીજા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?

ઓળખ અને જન્મતારીખ સાબિત કરવા માટે જન્મનો દાખલો, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, કે ધોરણ 10 ની માર્કશીટ જેવા માન્ય સરકારી દસ્તાવેજો જોઈશે.

શું પાન કાર્ડ અરજી માટે આધાર કાર્ડમાં માહિતી સાચી હોવી જરૂરી છે?

હા, નવા નિયમો હેઠળ, પાન કાર્ડ અરજીમાં ભરેલી માહિતી આધાર કાર્ડ સાથે સંપૂર્ણપણે મેચ થવી જોઈએ. આધારમાં ભૂલ હશે તો અરજી અટકી શકે છે.

શું પાન કાર્ડ માટે નવા અરજી ફોર્મ ફરજિયાત બનશે?

હા, 1 એપ્રિલ, 2026 થી પાન કાર્ડ બનાવવા કે સુધારવા માટે નવા અરજી ફોર્મ ફરજિયાત બનશે. જૂના ફોર્મ માન્ય રહેશે નહીં.

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન
આગામી 3 મહિના સુધી નહીં વધે FD વ્યાજ દર, SBI ચેરમેન CS શેટ્ટીનું મોટું નિવેદન
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?
8માં પગાર પંચમાં 40 વર્ષ જૂના આ નિયમ થશે બદલાવ, જાણો શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget