શોધખોળ કરો
Advertisement
CoWIN એપ દ્રારા ઘરે બેઠા કોવિડ વેક્સિન માટે કરાવી શકાશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ જાણકારી
કોરાનાની મહામારી સામે રક્ષા ક્વચ તૈયાર થઇ ગયું છે. દેશમાં વેક્સિનેશનની શરૂઆત ટૂંકસમયમાં જ થઇ શકે છે. આ માટે આપ ઘરે બેઠા પણ રજિસ્ટ્રેશન કરાવી શકશો.
નવી દિલ્હી: કોરાનાની મહામારી સામે રક્ષા ક્વચ તૈયાર થઇ ગયું છે. દેશમાં વેક્સિનેશનની શરૂઆત ટૂંકસમયમાં જ થઇ શકે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી પણ CoWIN એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્રારા કોવિડ-19 વેક્સિન માટે ફ્રીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે. CoWIN એપ ગૂગલ પ્લે સ્ટોર પર બિલકુલ નિશુલ્કલ ઉપલબ્ધ હશે. જેને સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એપ વિશે જાણકારી આપતા જણાવ્યું કે, આ એપના માધ્યમથી લોકો ફ્રીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ એપ માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ નહીં લેવામાં આવે. આ એપ દ્રારા વેક્સિન લીધા બાદ થતી સાઇડ ઇફેક્ટ પર પણ નજર રાખી શકાશે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કોવિડ-19 માટે બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન સામેલ છે.
CoWIN એપ પર કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
CoWIN પર રજિસ્ટ્રેશન કરતા પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી એપને ડાઉનલોડ કરો. તેમાં જરૂરી જાણકારી આપીને નામને રજિસ્ટર કરો. રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ,પાન કાર્ડ, અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવી આઇડેન્ટીટી કાર્ડનું પ્રૂફ આપવું જરૂરી રહેશે. રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યાં બાદ એપ પર આપેલી જાણકારી અવશ્ય વાંચવી. રજિસ્ટ્રેશન બાદ ટાઇમિંગ અને ડેટ વિશે પણ આપને પૂછવામાં આવશે. આ એપ દ્રારા આપ હેલ્થ આઇડી પણ જનરેટ કરી શકો છો.
ત્રણ તબક્કામાં થશે વેક્સિનેશન
રિપોર્ટસ મુજબ કોવિડ-19નું વેક્સિનેશન ત્રણ તબક્કામાં કરાશે. પહેલા તબક્કામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ સામેલ થશે. ત્યારબાદ ઇમર્જન્સી વર્કસનું વેક્સિનેશન થશે. એક વ્યક્તિના વેક્સિનેશનનો સમય લગભગ 30 મિનિટનો હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement