(Source: ECI/ABP News/ABP Majha)
કોગ્રેસે UP વિધાનસભાની ચૂંટણી માટે પૂનમ પાંડેને આપી ટિકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પાર્ટીના 125 ઉમેદવારોની યાદી જાહેર કરી છે
Congress Candidates List for UP Elections 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પાર્ટીના 125 ઉમેદવારોની યાદી જાહેર કરી છે પ્રથમ યાદીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. આ લિસ્ટમાં કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 50 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ઉન્નાવ ગેંગરેપ પીડિતાની માતા આશા સિંહ, પત્રકાર નિદા અહમદ, એક્ટ્રેસ અને એક્ટિવિસ્ટ સદફ જફર, આશા વર્કર પૂનમ પાંડે સહિત એક્ટ્રેસ, સમાજસેવી અને સંઘર્ષશીલ મહિલાઓ સામેલ છે. લોકો કોગ્રેસના ઉમેદવાર આશા કાર્યકર્તા પૂનમ પાંડે વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવો જાણીએ આશા વર્કર પૂનમ પાંડે કોણ છે.
આશા વર્કર પૂનમ પાંડે પોતાનો પગાર વધારવા માટે સંઘર્ષ કરી રહી છે. આ કારણે તે છેલ્લા કેટલાક મહિનાથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પૂનમ પાંડે શાહજહાંપુર સ્થિત નવી વસાહત રેતીની રહેવાસી છે. પૂનમ પાંડેએ કોરોના કાળમાં ખૂબ યોગદાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આશા વર્કરોને કોરોના વોરિયર્સ કહીને સંબોધિત કર્યું હતું.
ઉમેદવારોની યાદી જાહેર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અમારી આ યાદીમાં જે મહિલાઓ છે તેમાં કેટલીક પત્રકાર, કેટલીક સંઘર્ષશીલ મહિલાઓ છે. સામાજિક કાર્યકર્તા પણ છે. એવી પણ મહિલાઓ છે જેમણે ખૂબ અત્યાચાર સહન કર્યો છે. અમારી ઉન્નાવની ઉમેદવાર ઉન્નાવ રેપ પીજિતાની માતા છે. અમે તેમને તક આપી છે કે તેઓ પોતાનો સંઘર્ષ ચાલુ રાખે. જે સત્તા મારફતે તેમની દીકરી પર અત્યાચાર થયો તેમનો પરિવાર બર્બાદ થઇ ગયો તે જ સત્તા હાંસલ કરે. શાહજહાંપુરની આશા વર્કર પૂનમ પાંડેને પોલીસે ખરાબ રીતે માર માર્યો હતો.