ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી આ મહત્વની જાહેરાત, સહાયની રકમ વધારી
રાજકોટ: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી.આ સમય દરમિયાન તેમણે કેટલીક મહત્વના નિવેદન આપ્યાં હતા.ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી હતી.
રાજકોટ: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી.આ સમય દરમિયાન તેમણે કેટલીક મહત્વના નિવેદન આપ્યાં હતા. ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી હતી.
રાજકોટ બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાતે આવેલા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને મોબાઈલમાં સહાય અંગે રાજ્ય સરકાર ફેરફાર કરશે. 15 હજાર સુધીના મોબાઈલની ખરીદીમાં 10 ટકા સહાયની જોગવાઈમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર આ સહાય 10 ટકાથી વધારી 40 ટકા કરશે. તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરશે.
સૌરાષ્ટ્રની કઈ નગરપાલિકા કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી? જાણો વિગત
જૂનાગઢ : વંથલી નગરપાલિકામાં સત્તા પરિવર્તનનો દોર યથાવત છે. ચાર વર્ષમાં ત્રીજી વખત નગરપાલિકામાં સત્તા પરિવર્તન થયું છે. આજ રોજ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ. ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી લીધી છે. પ્રમુખ તરીકે લીલાવતીબેન પટેલનું નામ જાહેર થયું છે. કુલ 23 નગર પાલિકાના સભ્યોમાંથી કોંગ્રેસના 13 સભ્યોની જીત થઈ છે, જ્યારે 10 BJPના સભ્યો છે. લીલાવંતીબેન પટેલ પ્રમુખ પદે ચૂંટાયા છે.
ગુજરાત ભાજપમાં કોરોનાનો કાળો કેરઃ એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો સંક્રમિત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે ધીરે પીક પકડી રહી છે, ત્યારે એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આજે એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત થતાં હોમ આઇસોલેટ થઈ ગયા છે.
આ સિવાય આજે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું