કોરોનાના કેસો વધતાં દેશના ક્યા મોટા રાજ્યમાં લદાયું સંપૂર્ણ લોકડાઉન ?
સ્વાસ્થ્ય વિભાગે બતાવ્યુ કે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 30 હજારથી વધુ નવા કોરોના કેસો નોંધાયા છે. આ દરમિયાન 33 બીજા કોરોના દર્દીઓના મોત થઇ ગયા
Corona Restrictions: ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. દૈનિક કેસો સતત 3 લાખને પાર નોંધાઇ રહ્યાં છે, આમા કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રૉન પર કેર વર્તાવી રહ્યો છે. આ સ્થિતિને જોતા રાજ્ય સરકારો પણ જુદાજુદા પગલા ભરી રહ્યાં છે. દક્ષિણ ભારતીય રાજ્ય તામિલનાડુની સરકારે કોરોનાના વધતો અટકાવવા માટે રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે.
તામિલનાડુની એમકે સ્ટાલિન સરકારે 23 જાન્યુઆરીએ રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. ખાસ વાત છે કે રવિવાર એટલે કે 23 જાન્યુઆરીએ રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે, આ દરમિયાન આવશ્યક ચીજ વસ્તુઓ અને ઇમર્જન્સૂ સેવાઓની ઉપલબ્ધતા રહેશે.
સ્વાસ્થ્ય વિભાગે બતાવ્યુ કે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 30 હજારથી વધુ નવા કોરોના કેસો નોંધાયા છે. આ દરમિયાન 33 બીજા કોરોના દર્દીઓના મોત થઇ ગયા છે. આ બધાની વચ્ચે રાજ્યમાં મહામારીથી મરનારાઓની કુલ સંખ્યા વધીને 37,178 થઇ ગઇ છે. આ પહેલા એક દિવસમાં 30 હજારથી વધુ નવા કોરોના કેસો ગયા વર્ષે 13 મેમાં નોંધાયા હતા.
રાજ્યમાં કોરોના સંક્રમણના સર્વાધિક 6,452 નવા કેસો ચેન્નાઇમાં નોંધાયા છે, અને આ પછી કૉઇમ્બતૂર 3886, ચેંગલપેટ 2337, કન્યાકુમારી 1266, સલેમ 1080, તિરુવલ્લૂર 1069, એરોડ 1066 અને તિરુપ્પુરમાં 1014 નવા કેસો નોંધાયા છે.
આ પણ વાંચો..................
Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત
Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી
કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ
Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન