શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ ગૌતમ ગંભીરે MP ફંડમાંથી દિલ્હી સરકારને 50 લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત
ગંભીરે સાંસદ ફંડમાંથી દિલ્હી સરકારને 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે. ભારતમાં પણ આ ખતરનાક વાયરસના અત્યાર સુધી 451 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ મહામારીથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયાસો કરી રહી છે. કેજરીવાલ સરકારે પણ દિલ્હીમાં લોકડાઉન કર્યું છે. દિલ્હી સરકારને સહયોગ આપવા માટે ભાજપના સાંસદ ગૌતમ ગંભીર મદદે આવ્યા છે. ગંભીરે સાંસદ ફંડમાંથી દિલ્હી સરકારને 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે દિલ્હી સરકારની હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર માટે આવશ્યક ઉપકરણો ખરીદવા માટે પોતાના સાંસદ ફંડમાંથી 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement