શોધખોળ કરો

ગણપતિ બાપ્પા મોરિયા! આજથી સમગ્ર દેશમાં ગણેશચર્તુથીની ધૂમધામથી ઉજવણી

અમદાવાદઃ આજે સમગ્ર દેશમાં ગણેશચતુર્થીની ધૂમધામથી ઉજવણી  કરવામાં આવી રહી છે. અગાઉના સમયમાં આ ઉત્સવ મહારાષ્ટ્ર પૂરતો જ સિમિત હતો પરંતુ હાલના સમયમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં તેની ઉજવણી થાય છે. અમદાવાદમાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે. ભક્તો વિઘ્નહર્તાની પોતાના ઘરમાં પધરામણી કરી રહ્યા છે. વિધ્નહર્તા, દુખહર્તા,ચર્તુભુજ સહિત અનેક નામથી જાણીતા લોકોના પ્રિય બાપા ધૂમ-ધડાકા સાથે આવ્યા છે. લોકો બાપાને એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ સુધી ઘર, ઓફિસ કે પંડાલમાં પધરાવે છે. લોકોએ સવારે બાપાની ભવ્ય આરતી કરી પ્રિય મોદકનો પ્રસાદ ભોગમાં ચઢાવ્યો હતો. અમદાવાદના ગુલબાઇ ટેકરામાં મોટી સંખ્યામાં કારીગરો બાપાની મૂર્તિ બનાવી તેના શણગાર સજાવવાનું કામ કરે છે. અહીં ભક્તો વ્યાપક પ્રમાણમાં ઉમટી પડી ગણેશજીની મૂર્તિની ખરીદી કરે છે.  વડાપ્રધાન મોદીએ પોતાની છેલ્લી મન કી બાતમાં લોકોએ ગણેશજીની માટીની મૂર્તિ પધરાવી પર્યાવરણનો બચાવ કરવાની અપીલ કરી હતી. જેને ધ્યાનમાં લઇને લોકોએ આ વખતે ગણપતીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવાનું પસંદ કરી છે. સમગ્ર શહેરમાં આવેલા પંડાલમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ જોવા મળી રહી છે. શ્રીજીની પ્રસાદમાં મોદક સિવાય મીઠાઇ, ચોકલેટ, સહિતની વિવિધ સામગ્રી રાખવામાં આવી રહી છે. અમદાવાદ કોર્પોરેશને પણ ગણેશજીના વિસર્જન માટે સાબરમતી નદી કિનારે અલગ કુંડની વ્યવસ્થા કરી છે જેથી નદીને દુષિત થતી બચાવી શકાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget