Gopal Italiaની દિલ્લી પોલીસે અટકાયત કર્યા બાદ છૂટકારો, જાણો ધરપકડ અંગે ઈટાલિયાએ શું કહ્યું..
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયની દિલ્લી પોલીસે અટકાયત કરી છે. દિલ્લી પોલીસ તેમને કારમાં બેસાડીને લઈ ગઈ છે. મહિલા આયોગનો આક્ષેપ છે કે, ગોપાલ ઇટાલિયા પૂછપરછમાં સહયોગ નથી આપી રહ્યા.
LIVE

Background
ગોપાલ ઈટાલિયાનો થયો છૂટકારો
દિલ્હી પોલીસે આપ ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કર્યા બાદ હવે ઈટાલિયાને છોડવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ છૂટ્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, હું પાટીદાર છું એટલા માટે હેરાન કરવામાં આવે છે. મેં કોઈ ગુનો કર્યો જ નથી તો શા માટે મારી અટકાયત કરવામાં આવી. મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બેસાડી રાખવામાં આવ્યો. હું પાટીદાર સમાજનો યુવાન છું એટલે મારી અટકાયત થઈ. BJP પાર્ટી પાટીદારો સાથે નફરત કરે છે કારણ કે, પાટીદારો ભાજપથી નારાજ છે.
ઈશુદાન ગઢવીએ ભાજપ પર કર્યા પ્રહારઃ
ગોપાલ ઇટાલિયાની અટકાયત અંગે આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ નિવેદન આપતાં કહ્યું કે, ભ્રષ્ટ ભાજપે તાનાશાહીની હદ વટાવી છે. મહિલા આયોગ સમક્ષ હાજર થયેલા ગોપાલ ઇટાલિયાને જેલમાં નાખ્યા છે. ગોપાલ ઇટાલિયા પટેલ સમાજમાંથી આવે છે એટલે જેલમાં નાખ્યા છે: ઈશુદાન ગઢવી
ભાજપ પ્રહાર કરતાં ઈશુદાન ગઢવીએ કહ્યું કે, "ભાજપના તમામ નેતાઓ જેલમાં પૂરવા ષડયંત્રો કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ પટેલ વિરોધી માનસિકતા ધરાવે છે. પરંતુ સરદાર પટેલના વંશજ ગોપાલ ઇટાલિયાને કોઈ જેલ ડરાવી નહિ શકે. સી. આર. પાટીલ બિનગુજરાતી હોવાથી ગુજરાત વિરોધી માનસિકતા ધરાવે છે. આ ભ્રષ્ટ ભાજપને ન માત્ર પાટીદાર સમાજ પરંતુ તમામ સમાજ આગામી ચૂંટણીમાં જવાબ આપશે"
ગોપાલની ધરપકડથી ગુજરાતના પટેલ સમાજમાં ભારે રોષ છેઃ કેજરીવાલ
गोपाल इटालिया की गिरफ़्तारी से पूरे गुजरात के पटेल समाज में भारी रोष है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2022
રાઘવ ચઢ્ઢાએ ગોપાલ ઇટાલિયાની અટકાયતનો વીડિયો કર્યો ટ્વીટ
गोपाल इटालिया सरदार पटेल का वंशज है, तुम्हारी जेल से नहीं डरता#ISupportGopalItalia pic.twitter.com/xrBIu32vR8
— Raghav Chadha (@raghav_chadha) October 13, 2022
ઇટાલિયાનું નિવેદન
વાત વીડિયોની નથી. આ વાત આજે કેમ આવી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
