શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
PNB કૌભાંડના આરોપી મેહૂલ ચોક્સીને ભારત પરત લાવવા સરકારે એન્ટીગુઆને લખ્યો પત્ર
નવી દિલ્હી: 13500 કરોડના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય સુત્રધાર મેહૂલ ચોક્સીને બારત લાવવા માટે સરકારે એન્ટીગુઆને પત્ર લખ્યો છે. ભારત સરકારે મેહૂલ ચોક્સીને દેશમાં પાછો લાવવા માટે એન્ટીગુઆ સરકારને પત્ર લખી તેના ઔપચારિક પ્રત્યાપર્ણ માટે કહ્યું છે. જો એન્ટીગુઆ સરકાર ભારતના પત્રના આધાર પર કામ કરશે તો મેહૂલ ચોક્સીને ટૂંક સમયમાં ભારત લાવવાની શક્યતા છે. પીએનબી કૌભાંડનો આરોપી મેહૂલ ચોક્સી કૌભાંડ કરી ભારતમાંથી ભાગી ગયો હતો અને હાલ એન્ટીગુઆમાં રહે છે. તેણે ત્યાંની નાગરિક્તા પણ મેળવી લીધી છે.
આ પહેલા 3 ઓગસ્ટના એક ચોંકાવનારી જાણકારી સામે આવી હતી કે વર્ષ 2017માં મેહૂલ ચોક્સીને નાગરિક્તા આપતા પહેલા ભારત સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાંની સરકારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને આરપીઓ ઓફિસ પાસે તેની જાણકારી માંગી હતી. પરંતુ બંને જગ્યાએથી મેહૂલ ચોક્સીની કોઈ જાણકારી આપવામાં ન આવી.
સીબીઆઇએ પણ વિદેશ મંત્રાલયને ચોકસીના પ્રત્યાર્પણ માટે પોતાનો અનુરોધ મોકલ્યો હતો. ચોક્સી આ વર્ષે ચાર જાન્યુઆરીએ ભારતથી ભાગી ગયો હતો અને તેણે 15 જાન્યુઆરીએ એન્ટીગુઆમાં આસરો મેળવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion