EPFO: સરકાર જલદી EPFO એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરશે 72000 કરોડ રૂપિયા, આ રીતે કરો ચેક
EPFOના ખાતાધારકો માટે મોટા સમાચાર છે. સરકાર ટૂંક સમયમાં નાણાકીય વર્ષ 2022 માટે વ્યાજ દર EPFO ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે.
Employees Provident Fund: EPFOના ખાતાધારકો માટે મોટા સમાચાર છે. સરકાર ટૂંક સમયમાં નાણાકીય વર્ષ 2022 માટે વ્યાજ દર EPFO ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે. આ વ્યાજ દર 8.1 ટકા હશે. લગભગ 7 કરોડ નોકરીયાત લોકોને તેનો લાભ મળશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 2022માં પીએફ ખાતામાં મળવાપાત્ર વ્યાજ દરની ગણતરી કરી છે.
તે ટૂંક સમયમાં ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારી ખાતામાં જમા થયેલા કુલ 72,000 કરોડ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ગયા વર્ષે સરકારે લગભગ 70,000 કરોડ રૂપિયા વ્યાજના રૂપમાં પીએફ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
તમારા એકાઉન્ટનું સ્ટેટ્સ જાણવા માટે તમે EPFOની સત્તાવાર વેબસાઇટ epfindia.gov.in પર જાવ. અહીં તમે તમારી ઈ-પાસબુક પર ક્લિક કરો. આના પર ક્લિક કર્યા બાદ તમારે passbook.epfindia.gov.in પર તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવો પડશે. તેને દાખલ કરતાની સાથે જ તમારા પીએફ ખાતા સાથે સંબંધિત તમામ વિગતો દેખાશે. અહીં તમને તમારુ મેમ્બર આઈડી જોવા મળશે જેને તમે સિલેક્ટ કરો. અહીં તમે EPassbook પર તમારું PF બેલેન્સ તપાસી શકશો.
16 જૂન સુધીમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે
ગત વર્ષે લોકોને વ્યાજ માટે 6 થી 8 મહિના સુધી રાહ જોવી પડી હતી. પરંતુ, આ વર્ષે સરકાર ટૂંક સમયમાં લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમને 16 જૂન સુધી વ્યાજ મળશે.
WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી
KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો
ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ