Cow Hug Day or Valentine: '14 ફેબ્રુઆરીના રોજ Cow Hug Day ઉજવો, કેન્દ્ર સરકારે દેશવાસીઓને કરી અપીલ
એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) એ ભારત સરકારની બંધારણીય સંસ્થા છે
Govt Appeals Cow Hug Day on February 14: ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI) એ 14 ફેબ્રુઆરીના રોજ ' Cow Hug Day ' ઉજવવા દેશવાસીઓને અપીલ કરી છે. 'વેલેન્ટાઈન ડે' સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવે છે.
ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના નિર્દેશ હેઠળ પશુ કલ્યાણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે, “આપણે બધા જાણીએ છીએ કે ગાય એ ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, જે આપણા જીવન અને પશુધનને ટકાવી રાખે છે. અને જૈવવિવિધતાને રજૂ કરવામાં આવે છે. માનવતાને સર્વસ્વ આપનાર માતાના કારણે તેને કામધેનુ અને ગૌમાતા તરીકે ઓળખવામાં આવે છે.
વધુમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિને કારણે આપણા સમયમાં વૈદિક પરંપરાઓ લગભગ લુપ્ત થવાના આરે છે. પશ્ચિમી સંસ્કૃતિની ઝગઝગાટથી આપણી ભૌતિક સંસ્કૃતિ અને વારસો વિસરાઈ ગયો છે. ગાયના અપાર ફાયદાઓને જોતાં, ગાયને ગળે લગાડવાથી ભાવનાત્મક સમૃદ્ધિ આવશે, વ્યક્તિગત અને સામૂહિક સુખમાં વધારો થશે. તેથી, ગૌમાતાના મહત્વને ધ્યાનમાં રાખીને તમામ ગૌપ્રેમીઓ પણ 14 ફેબ્રુઆરીને Cow Hug Day તરીકે ઉજવી શકે છે અને જીવનને ખુશહાલ અને હકારાત્મક ઊર્જાથી ભરપૂર બનાવી શકે છે. અપીલ પત્રના અંતે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે સક્ષમ અધિકારીની મંજૂરીથી અને પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયની સૂચનાથી જાહેર કરવામાં આવી છે.
એનિમલ વેલફેર બોર્ડ શું છે?
એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) એ ભારત સરકારની બંધારણીય સંસ્થા છે, જેની સ્થાપના પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960 (PCA એક્ટ) હેઠળ કરવામાં આવી છે. આ સંસ્થા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પ્રાણીઓના કલ્યાણને લગતી બાબતોમાં સલાહ આપવાનું કામ કરે છે. જો પ્રત્યક્ષ રીતે સમજીએ તો પ્રાણીઓનું કલ્યાણ શું છે તે જણાવવાનું કામ કરે છે.
RBI: QR કોડ સ્કેન કરીને સિક્કા ઉપાડી શકશે, RBI 12 શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે
RBI Decision: ભારતીય રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયોની જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, એમપીસીની બેઠક દરમિયાન 6માંથી 4 સભ્યો રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવાના પક્ષમાં હતા. તેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે રેપો રેટ 0.25 ટકા વધારીને 6.25 ટકાથી 6.50 ટકા કર્યો છે.
આરબીઆઈ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે
આ મોટી જાહેરાતની સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસે બીજી ઘણી મોટી જાહેરાતો પણ કરી છે, જેની અસર સામાન્ય લોકો પર જોવા મળશે. લોકોની સુવિધા માટે આરબીઆઈએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ, RBI QR કોડ આધારિત સિક્કા વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કરશે. શરૂઆતમાં, પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 12 શહેરોમાં QR કોડ આધારિત સિક્કા વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવશે.